પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી


પીએમએ ગયા મહિને કરેલી બ્રાઝિલની તેમની મુલાકાત યાદ કરી

બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગ વધારવા સંમત થયા

તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યુ

प्रविष्टि तिथि: 07 AUG 2025 9:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, મહામહિમ, શ્રી લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા તરફથી ટેલિફોન કોલ મળ્યો હતો.

પ્રધાનમંત્રીએ ગયા મહિને તેમની બ્રાઝિલની મુલાકાતને યાદ કરી, જેમાં બંને નેતાઓ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગને મજબૂત બનાવવા માટે એક માળખા પર સંમત થયા હતા.

આ ચર્ચાઓના આધારે, તેમણે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2153951) आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam