પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી અને માલદીવના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે માલદીવના સંરક્ષણ મંત્રાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 25 JUL 2025 8:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ, મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુએ આજે માલેમાં માલદીવના અત્યાધુનિક સંરક્ષણ મંત્રાલય (MoD) ભવનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.

હિંદ મહાસાગરને નજર સમક્ષ રાખીને, અગિયાર માળની આ ઇમારત બંને દેશો વચ્ચે મજબૂત અને લાંબા સમયથી ચાલતા સંરક્ષણ અને સુરક્ષા સહયોગનું પ્રતીક છે.

સંરક્ષણ મંત્રાલય ભવન ભારતની નાણાકીય સહાયથી બનાવવામાં આવ્યું છે અને તે માલદીવના સંરક્ષણ અને કાયદા અમલીકરણ અધિકારીઓની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે.

AP/IJ/NP/GP/JD


(Release ID: 2148683)