માહિતી અને પ્રસારણ મંત્રાલય
અધિકૃત સમાચાર સામગ્રીની મફત ઍક્સેસ માટે અખબારો, સામયિકો અને ટીવી ચેનલોને PB-SHABD પ્લેટફોર્મ પર નોંધણી કરાવવા વિનંતી
Posted On:
23 JUL 2025 7:02PM by PIB Ahmedabad
પ્રસાર ભારતીએ ભારતભરના તમામ અખબારો, સામયિકો અને ટીવી ચેનલોને તેના ન્યૂઝવાયર પ્લેટફોર્મ, પ્રસાર ભારતી શેર્ડ ઑડિઓ વિઝ્યુઅલ્સ ફોર બ્રોડકાસ્ટ એન્ડ ડિસેમિનેશન (PB-SHABD) પર નોંધણી કરાવવા માટે આમંત્રણ આપ્યું છે. જેથી ઉચ્ચ-ગુણવત્તાવાળા સમાચાર અને મલ્ટીમીડિયા સામગ્રી મફતમાં મેળવી શકાય.
માર્ચ 2024માં શરૂ કરાયેલ, PB-SHABD બહુવિધ ભારતીય ભાષાઓમાં દરરોજ 800થી વધુ સમાચાર વાર્તાઓ પ્રદાન કરે છે. જે 40 થી વધુ વિવિધ શ્રેણીઓને આવરી લે છે. આ પ્લેટફોર્મમાં મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓના લાઇવ ફીડ્સ, દ્રશ્ય સામગ્રીનો સમૃદ્ધ આર્કાઇવ અને નિયમિતપણે પ્રકાશિત સમજૂતી આપતા અને સંશોધન-આધારિત લેખો પણ છે. તમામ સામગ્રી ઉપયોગી ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે મીડિયા સંસ્થાઓ અને સામગ્રી નિર્માતાઓ માટે ઍક્સેસની સરળતા સુનિશ્ચિત કરે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી બેઠકમાં, અધિકૃત અને સમજી શકાય તેવી માહિતીનો વ્યાપકપણે પ્રસાર થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ વિશ્વસનીય મીડિયા સંગઠનોને ઓનબોર્ડ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મીડિયા સંગઠનો shabd.prasarbharati.org પર પ્લેટફોર્મ વિશે વધુ જાણી શકે છે અને સત્તાવાર બ્રોશર અહીં જોઈ શકે છે:
https://shabd.prasarbharati.org/public/assets/E-brochure_SHABD_balanced%20final_web.pdf
નોંધણી મફત છે અને shabd.prasarbharati.org/register પર ઉપલબ્ધ છે
વધુ મદદ માટે, કૃપા કરીને સંપર્ક કરો: શ્રીમતી જયંતિ ઝા, સહાયક નિયામક, PB-SHABD, ઇમેઇલ: jha.jayanti16[at]gmail[dot]com
AP/IJ/GP/JD
(Release ID: 2147570)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam