પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત, હંગેરી, પોલેન્ડ અને અમેરિકાના અવકાશયાત્રીઓને લઈ જનારા અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું પ્રધાનમંત્રીએ સ્વાગત કર્યું
प्रविष्टि तिथि:
25 JUN 2025 1:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત, હંગેરી, પોલેન્ડ અને અમેરિકાના અવકાશયાત્રીઓને લઈ જનારા અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ ભારતીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને પણ શુભેચ્છા પાઠવી, જેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય બનવાના માર્ગે છે.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“અમે ભારત, હંગેરી, પોલેન્ડ અને અમેરિકાના અવકાશયાત્રીઓને લઈ જનારા અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું સ્વાગત કરીએ છીએ.
ભારતીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય બનવાના માર્ગે છે. તેઓ 1.4 અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ પોતાની સાથે લઈ જાય છે.
તેમને અને અન્ય અવકાશયાત્રીઓને સફળતાની શુભેચ્છાઓ!”
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2139480)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam