માહિતી અને પ્રસારણ મંત્રાલય
“એ સ્ટુડિયો કોલ્ડ ઈન્ડિયા:” અર્ન્સ્ટ એન્ડ યંગ રિપોર્ટ આવતીકાલે WAVES 2025 ખાતે પ્રકાશિત થશે
Posted On:
02 MAY 2025 2:36PM
|
Location:
PIB Ahmedabad
અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા "એ સ્ટુડિયો કોલ્ડ ઈન્ડિયા" રિપોર્ટનું કેન્દ્રબિંદુ વૈશ્વિક કન્ટેન્ટ પાવરહાઉસ તરીકે ભારતનો ઉદય છે. જે આવતી કાલે મુંબઈમાં WAVES 2025 ખાતે રજૂ કરવામાં આવશે. આ અહેવાલ વૈશ્વિક મીડિયા અને મનોરંજન (M&E) ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવને રેખાંકિત કરે છે. જે તેના વિસ્તરતા ડિજિટલ બજાર, સાંસ્કૃતિક વિવિધતા અને અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ દ્વારા પ્રેરિત છે:
- ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને અદ્યતન માળખાગત સુવિધાઓ તેને સર્જનાત્મક પાવરહાઉસ બનાવે છે.
- ભારતમાં એનિમેશન અને VFX ખર્ચ 40% થી 60% ઓછો છે અને વૈશ્વિક ઉત્પાદન કાર્યપ્રવાહને ટેકો આપવા માટે એક મોટી કુશળ કાર્યબળ છે.
- ભારતીય સામગ્રી આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવી રહી છે, વૈશ્વિક OTT પ્લેટફોર્મ પર 25% સુધીના વ્યૂ ભારતની બહાર જનરેટ થઈ રહ્યા છે.
આ અહેવાલનો ઉદ્દેશ્ય M&E ક્ષેત્રમાં ભારતના પ્રભાવશાળી વિકાસ અને નવીનતાને પ્રકાશિત કરવાનો છે. જે દેશને વૈશ્વિક સામગ્રી નિર્માણમાં અગ્રણી તરીકે સ્થાન આપે છે. ભારત ઝડપથી વૈશ્વિક સામગ્રી કેન્દ્ર બની રહ્યું છે. જે તેના વિસ્તરતા ડિજિટલ બજાર, વિવિધ સાંસ્કૃતિક અને ભાષાકીય વારસો અને વિશ્વભરના પ્રેક્ષકો સાથે પડઘો પાડતી સમૃદ્ધ વાર્તા કહેવાની પરંપરાઓ દ્વારા પ્રેરિત છે.
રિપોર્ટના મુખ્ય હાઇલાઇટ્સમાં સામેલ હશે:
- ડિજિટલ મીડિયા ટેકઓવર: 2024માં, ડિજિટલ મીડિયા ટેલિવિઝનને પાછળ છોડીને ભારતના M&E ક્ષેત્રનો સૌથી મોટો સેગમેન્ટ બન્યો, જેણે INR800 બિલિયન (US$9.4 બિલિયન)થી વધુનું યોગદાન આપ્યું અને ક્ષેત્રની આવકમાં 32% હિસ્સો આપ્યો.
- સામગ્રી ઉત્પાદન: ભારતે ગયા વર્ષે આશરે 200,000 કલાકની મૂળ સામગ્રીનું ઉત્પાદન કર્યું. જેમાં 1,600 ફિલ્મો, 2,600 કલાકની પ્રીમિયમ OTT સામગ્રી અને 20,000 મૂળ ગીતોનો સમાવેશ થાય છે. આ ભારતને વૈશ્વિક સ્તરે સૌથી મોટા સામગ્રી-નિર્માણ ગૃહોમાંના એક તરીકે સ્થાન આપે છે.
- તકનીકી પ્રગતિ: AI અને નવી તકનીકો ભારતમાં સામગ્રી ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહી છે. AI-સંચાલિત પ્લેટફોર્મ સામગ્રી ઉત્પાદનની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો કરે છે, જેનાથી વ્યાવસાયિક-ગ્રેડ વિડિઓઝ, છબીઓ, ટેક્સ્ટ અને સંગીતનું ઝડપી નિર્માણ શક્ય બને છે.
- લાઇવ ઇવેન્ટ્સમાં વધારો: ફક્ત 2024માં, ભારતે 30,000થી વધુ લાઇવ ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું. જેમાં એડ શીરન અને કોલ્ડપ્લે જેવા વૈશ્વિક કલાકારો દર્શાવતા કોન્સર્ટનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ટિકિટવાળા કાર્યક્રમો ચાર ગણા વધી ગયા છે. જે લાઇવ મનોરંજન માટેની વધતી જતી ભૂખ દર્શાવે છે.
ટેલેન્ટ પૂલનું વિસ્તરણ: M&E ક્ષેત્ર 2.8 મિલિયન લોકોને સીધી રીતે રોજગારી આપે છે. જેમાં વધારાના 10 મિલિયન લોકોને પરોક્ષ રોજગારી મળે છે. ભારતના સ્કેલેબલ ટેલેન્ટ એડવાન્ટેજને તેના વૈવિધ્યસભર સાંસ્કૃતિક અને ભાષાકીય લેન્ડસ્કેપ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જે એક સમૃદ્ધ કન્ટેન્ટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.
AP/IJ/GP/JD
Release ID:
(Release ID: 2126145)
| Visitor Counter:
28
Read this release in:
Assamese
,
Urdu
,
English
,
Nepali
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi