માહિતી અને પ્રસારણ મંત્રાલય
માહિતી અને પ્રસારણ મંત્રાલય આવતીકાલે WAVES 2025 ખાતે મીડિયા અને મનોરંજન ક્ષેત્ર 2024-25 પર આંકડાકીય હેન્ડબુક પ્રકાશિત કરશે
Posted On:
02 MAY 2025 2:29PM
|
Location:
PIB Ahmedabad
વેવ્સ 2025 આવતીકાલે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મીડિયા અને મનોરંજન ક્ષેત્ર 2024-25 પર આંકડાકીય હેન્ડબુકનું પ્રકાશન કરશે. આ સરકાર દ્વારા M&E ક્ષેત્ર પર સમયસર, વિશ્વસનીય, અધિકૃત અને વ્યાપક ડેટાની જરૂરિયાતની પુષ્ટિનો એક ભાગ છે. કારણ કે મીડિયા અને મનોરંજન એ સેવા ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ ઘટક છે. જેમાં દેશના અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપવાની વિશાળ સંભાવના છે. મીડિયા અને મનોરંજન ઇકોસિસ્ટમ એક ઉભરતું ક્ષેત્ર છે. જે 2027માં 7% CAGR થી 3067 અબજ INR સુધી વધવાની અપેક્ષા છે. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે લેવામાં આવેલી વિવિધ નીતિગત પહેલો અને તેના અમલીકરણને યોગ્ય ડેટા દ્વારા સમર્થન આપવાની જરૂર છે.
મંત્રાલય અને આ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોની ડેટા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, M&E ક્ષેત્રના વિવિધ વિભાગો પર અપડેટેડ ડેટા અને માહિતી સાથે, મીડિયા અને મનોરંજન ક્ષેત્ર 2024-25 પર આંકડાકીય હેન્ડબુક આવતીકાલે WAVES 2025 ખાતે લોન્ચ કરવામાં આવશે.
મીડિયા અને મનોરંજન ક્ષેત્ર 2024-25 પર આંકડાકીય હેન્ડબુકના કેટલાક અંશ નીચે મુજબ છે:
- રજિસ્ટર્ડ પ્રિન્ટ પ્રકાશનો 1957માં 5,932થી વધીને 2024-25 માં 154,523 થયા, જેમાં 4.99% ના CAGR હતા.
- માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા 2024-2025 દરમિયાન બાળ સાહિત્ય, ઇતિહાસ અને સ્વતંત્રતા સંઘર્ષ, વ્યક્તિત્વ અને જીવનચરિત્ર, આધુનિક ભારતના નિર્માતાઓ, વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ અને અન્ય થીમ્સ સહિત વિવિધ વિષયો પર કુલ 130 પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
- માર્ચ 2025 સુધીમાં DTH સેવા દ્વારા 100% ભૌગોલિક કવરેજ.
- દૂરદર્શન ફ્રી ડિશ ચેનલો: 2004માં 33 ચેનલો 2025માં 381 થઈ.
- ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) કવરેજ: માર્ચ 2025 સુધીમાં 98% વસ્તીને રેડિયો દ્વારા કવરેજ પૂરું પાડે છે. 2000માં AIR રેડિયો સ્ટેશનોની સંખ્યા 198થી વધીને 2025માં 591 થઈ.
- ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો 2004-05માં 130થી વધીને 2024-25માં 908 થઈ.
- ખાનગી FM સ્ટેશનો 2001માં 4થી વધીને 2024 સુધીમાં 388 થઈ ગયા.
- 31.03.2025 સુધીમાં ભારતમાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબ કાર્યરત ખાનગી FM રેડિયો સ્ટેશનો વિશે માહિતી.
- કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (CRS) 2005માં 15થી વધીને 2025માં 531 થયા. 31.03.2025ના રોજ ભારતમાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ/જિલ્લા/સ્થાન મુજબ કાર્યરત CRS વિશેનો ડેટા પણ સામેલ છે.
- 1983 માં 741 ભારતીય ફીચર ફિલ્મો પ્રમાણિત કરવામાં આવી હતી. જે 2024-25 માં વધારીને 3455 કરવામાં આવી હતી. જે 2024-25 સુધીમાં કુલ 69,113 હતી.
આંકડાકીય માહિતી ઉપરાંત, હેન્ડબુકમાં નીચેની માહિતી પણ ઉપલબ્ધ છે:
- આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવો અને NFDC દ્વારા નિર્મિત દસ્તાવેજી સહિત ફિલ્મ ક્ષેત્રના પુરસ્કારો પણ હેન્ડબુકમાં ઉપલબ્ધ છે.
- WAVES 2025 હેઠળ WAVES OTT પ્લેટફોર્મ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ (IICT) અને ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (CIC) સહિત ડિજિટલ મીડિયા અને ક્રિએટર ઇકોનોમી.
- માહિતી અને પ્રસારણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ ઘટનાઓ જેમ કે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (PRGI), આકાશવાણી, દૂરદર્શન, ખાનગી FM રેડિયો સ્ટેશનો અને ટીવી-INSAT
- માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કૌશલ્ય અભ્યાસક્રમો.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પરિવર્તનશીલ પોર્ટલ સહિત વ્યવસાય કરવાની સરળતા માટેની પહેલ.
AP/IJ/GP/JD
Release ID:
(Release ID: 2126141)
| Visitor Counter:
37
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam