પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને પરિવારને આવકાર આપ્યો


પ્રધાનમંત્રીએ જાન્યુઆરીમાં વોશિંગ્ટન ડી.સી.ની તેમની સફળ મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની ચર્ચાઓને યાદ કરી

આ વર્ષે ફેબ્રુઆરીમાં પેરિસમાં તેમની મુલાકાત બાદ, પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ વેન્સે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી

તેઓએ ભારત-યુએસ દ્વિપક્ષીય વેપાર કરારમાં પ્રગતિ અને ઊર્જા, સંરક્ષણ, વ્યૂહાત્મક તકનીકોમાં સહયોગ વધારવાના પ્રયાસોનું સ્વાગત કર્યુ

બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યુ

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ અને પરિવારને સુખદ રોકાણ માટે શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી અને આ વર્ષના અંતમાં તેમની ભારત મુલાકાત માટે આતુરતા દર્શાવી

Posted On: 21 APR 2025 8:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ આદરણીય જે. ડી. વેન્સ સાથે દ્વિતીય મહિલા શ્રીમતી ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકન વહીવટીતંત્રનાં વરિષ્ઠ સભ્યોને પણ મળ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જાન્યુઆરીમાં વોશિંગ્ટન ડી.સી.ની તેમની મુલાકાત અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની ફળદાયી ચર્ચાને યાદ કરી હતી, જેમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન (એમએજીએ) અને વિકસિત ભારત 2047ની તાકાતનો ઉપયોગ કરીને ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહકાર માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ વેન્સે દ્વિપક્ષીય સહકારનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું.

તેમણે પારસ્પરિક લાભદાયક ભારત-અમેરિકા માટે વાટાઘાટોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને આવકારી હતી. દ્વિપક્ષીય વેપાર સમજૂતી બંને દેશોના લોકોના કલ્યાણ પર કેન્દ્રિત હતી. એ જ રીતે તેમણે ઊર્જા, સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા સતત પ્રયાસોની નોંધ લીધી હતી.

બંને નેતાઓએ પારસ્પરિક હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કર્યું હતું તથા સંવાદ અને મુત્સદ્દીગીરીને આગળ વધવાનો માર્ગ ગણાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ, દ્વિતીય મહિલા અને તેમનાં બાળકોને ભારતમાં સુખદ અને ફળદાયક પ્રવાસ માટે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, તેઓ ચાલુ વર્ષનાં અંતે તેમની ભારત મુલાકાત માટે આતુર છે.

AP/IJ/GP/JD


(Release ID: 2123312) Visitor Counter : 24