માહિતી અને પ્રસારણ મંત્રાલય
WAVES 2025 પહેલા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સમાચાર મીડિયા સંગઠનો સાથે ચર્ચા કરી
WAVES ઉદ્યોગ દ્વારા સંચાલિત છે; સરકાર ઉત્પ્રેરક છે - શ્રી અશ્વિની વૈષ્ણવ
ભારતની સર્જનાત્મક અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે જંગી પ્રતિસાદ: 1 લાખથી વધુ નોંધણીઓ, 750 ટોચના સર્જકો તેમના કાર્યનું પ્રદર્શન કરશે
WAVES સ્કેલેબલ સર્જનાત્મક ઉકેલો માટે સર્જકો, ખરીદદારો અને બજારો વચ્ચે વૈશ્વિક કનેક્ટર તરીકે ઉભરી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી
Posted On:
19 APR 2025 7:03PM
|
Location:
PIB Ahmedabad
સ્થાન: મુંબઈ
સર્જકોની દુનિયા અને તેમની અર્થવ્યવસ્થા મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 1થી 4 મે દરમિયાન મુંબઈમાં આયોજિત પ્રથમ વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ અગાઉ આજે સમાચાર માધ્યમો સાથે વાતચીત કરતાં આ વાત કરી હતી. આ વાતચીતમાં રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક સમાચાર માધ્યમોના 20 જેટલા મીડિયા હાઉસે ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રીએ પડકારો પર વાત કરતા કહ્યું કે, ટેકનોલોજીના આગમન સાથે, જૂના મોડેલો નવા મોડેલોને સ્થાન આપી રહ્યા છે, જેનાથી તકો તેમજ પડકારો પણ સર્જાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મીડિયા જગતનો આકાર બદલાઈ રહ્યો છે અને તેમણે નવા મોડલને પ્રતિસાદ આપવા માટે એક દેશ તરીકે સામૂહિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક ઉદાહરણ આપતાં એણે કહ્યું કે એ દિવસો ગયા જ્યારે કન્ટેન્ટ બનાવવા માટે એક મોટા સ્ટુડિયોની જરૂર પડતી હતી. આજે ઝારખંડ કે કેરળના કોઈ દૂરના ગામના સર્જક સારી ગુણવત્તાનું સર્જન કરી શકે છે અને લાખો વ્યૂઝ મેળવી શકે છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સર્જકની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણાં સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ભારતની સોફ્ટ પાવરને પ્રોત્સાહન આપીને સર્જકોનાં કાર્યો અને અર્થતંત્રમાં તેમનાં પ્રદાનને બિરદાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દાવોસ જેમ આર્થિક નીતિઓ માટે વૈશ્વિક મંચ તરીકે કામ કરે છે, તેવી જ રીતે વેવ્સ મીડિયા અને મનોરંજન માટે પોતાને વૈશ્વિક મંચ તરીકે વિકસાવવા ઇચ્છે છે. .
ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાને જબરદસ્ત વેગ મળ્યો છે, જેમાં વેવ્સ 2025 માટે 1 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. ટોચના ઇનોવેટર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જેમાં વિકસી રહેલા વૈશ્વિક મીડિયા અને મનોરંજનના પરિદ્રશ્યમાં તેમના યોગદાનની ઉજવણી કરવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું હતું કે, અમે દુનિયાને આપણા સર્જકો સાથે જોડવાનો માર્ગ શોધી રહ્યા છીએ. મંત્રીએ જણાવ્યું હતું કે, વેવ્સ એ સ્કેલેબલ ક્રિએટિવ સોલ્યુશન્સ માટે સર્જકો, ખરીદદારો અને બજારો વચ્ચે વૈશ્વિક જોડાણ તરીકે ઉભરી રહી છે. વેવ્સ દ્વારા, ખરીદદારો અને વેચાણકર્તાઓને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે, જ્યાં સર્જકો તેમની સામગ્રી ઓફર કરી શકે છે અને કંપનીઓ ગુણવત્તાયુક્ત સર્જનાત્મક કાર્યનો સ્રોત બનાવી શકે છે.
આ વાતચીતમાં ભાગ લેતા વિવિધ મીડિયા સંસ્થાઓના વડાઓએ એમએન્ડઇ ક્ષેત્રમાં નીતિ ઘડવૈયાઓ, સર્જકો, ઉદ્યોગના દિગ્ગજો, ટેક જાયન્ટ્સ અને સ્ટાર્ટ અપ્સને એક મંચ પર લાવવા માટે વેવ્સના રૂપમાં નવીન વિભાવનાની કલ્પના કરવા બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ શ્રી સંજય જાજુએ તમામ સહભાગીઓ અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને મીડિયાનાં ભવિષ્યને આકાર આપવામાં સામૂહિક સંવાદનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ પ્લેટફોર્મ પર હિતધારકો સાથે જોડાવાની મંત્રાલયની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને વેવ્સ 2025ની આગેવાનીમાં મીડિયા સંસ્થાઓની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
Release ID:
(Release ID: 2122958)
| Visitor Counter:
152
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam