પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે મોરેશિયસમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું
Posted On:
12 MAR 2025 3:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે આજે મોરેશિયસના રેડ્યુટમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. ભારત-મોરેશિયસ વિકાસ ભાગીદારી હેઠળ અમલમાં મુકાયેલ આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ, મોરેશિયસમાં ક્ષમતા નિર્માણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
2017ના એમઓયુ હેઠળ 4.74 મિલિયન યુએસ ડોલરના ગ્રાન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલી, આ અત્યાધુનિક સંસ્થા મંત્રાલયો, જાહેર કચેરીઓ, પેરાસ્ટેટલ સંસ્થાઓ અને સરકારી સાહસોમાં મોરેશિયસના નાગરિક કર્મચારીઓની તાલીમ જરૂરિયાતોને પૂર્ણ કરશે. તાલીમ ઉપરાંત, આ સંસ્થા જાહેર વહીવટમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે સેવા આપશે. સાથે જ સંશોધન, શાસન અભ્યાસ અને ભારત સાથે સંસ્થાકીય જોડાણોને પ્રોત્સાહન આપશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ITEC અને GoI શિષ્યવૃત્તિના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી, જેમણે અગાઉ ભારતમાં તાલીમ અને શિક્ષણ મેળવ્યું છે. આ ક્ષમતા નિર્માણ આદાનપ્રદાનથી બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત લોકો-થી-લોકોના સંબંધોમાં ઊંડાણ ઉમેરાયું છે.
ગ્લોબલ સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી, આ સંસ્થા હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની ભૂમિકા અને વ્યાપક ભારત-મોરેશિયસ ભાગીદારીને મજબૂત બનાવવાની તેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2110812)
Visitor Counter : 36
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada