નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજનાએ 10 લાખ ઈન્સ્ટોલેશન્સના સીમાચિહ્નને પાર કર્યું

Posted On: 11 MAR 2025 4:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી સૂર્ય ઘર: વિશ્વની સૌથી મોટી ડોમેસ્ટિક રૂફટોપ સોલાર પહેલ મફત વીજળી યોજના (પીએમએસજીએમબીવાય)10 માર્ચ, 2025 સુધીમાં દેશભરમાં 10.09 લાખ ઇન્સ્ટોલેશન પૂર્ણ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 13 ફેબ્રુઆરી, 2024ના રોજ શરૂ કરવામાં આવેલી આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ 1 કરોડ રહેણાંક ઘરને રૂફટોપ સોલાર સિસ્ટમ મારફતે નિઃશુલ્ક વીજળી પ્રદાન કરવાનો અને પરંપરાગત વીજ સ્ત્રોતો પરની નિર્ભરતામાં ઘટાડો કરવાનો છે. સાથે જ નાગરિકોને ઊર્જા ઉત્પાદક બનવા સક્ષમ બનાવવાનો છે. આ યોજના દરેક ઘરને 100 વૃક્ષોના વાવેતરની સમકક્ષ કાર્બન ઉત્સર્જનને ઘટાડીને આબોહવા પરિવર્તન ઘટાડવામાં ફાળો આપવા માટે સક્ષમ બનાવે છે.

સબસિડી અને પ્રોત્સાહનો સાથે કુટુંબોનું સશક્તીકરણ

મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી (એમએનઆરઇ) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાને 47.3 લાખ અરજીઓ મળી છે.6.13 લાખ લાભાર્થીઓને સફળતાપૂર્વક ₹4,770 કરોડની સબસિડી મળી છે. સંપૂર્ણપણે સ્વચાલિત એપ્લિકેશન સાથે, www.pmsuryaghar.gov.in સબસિડી દ્વારા વિક્રેતાની પસંદગી અને સબસિડી રિડીમ પ્રક્રિયા 15 દિવસની અંદર અરજદારોના બેંક ખાતાઓમાં જમા થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે 2 લાખ રૂપિયા સુધીની લોન માટે 6.75 ટકાના સબસિડીવાળા વ્યાજ દરે 12 સરકારી બેંકો (પીએસબી)ના માધ્યમથી કોલેટરલ-ફ્રી લોનની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન સામાન્ય લોકો માટે વધુ સુલભ બનશે. સરળ લોનની સુવિધા સાથે ₹ 15,000/- જેટલું ઓછું રોકાણ કરીને 3 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકાય છે. જે 25 વર્ષમાં ₹15 લાખ સુધીનું વળતર આપે છે. લોન એપ્લિકેશન પ્રક્રિયા પણ સંપૂર્ણ સ્વચાલિત અને ઓનલાઇન છે. અત્યાર સુધીમાં 3.10 લાખ લોન અરજીઓ મળી છે. જેમાં 1.58 લાખ લોન મંજૂર કરવામાં આવી છે અને 1.28 લાખનું વિતરણ કરવામાં આવ્યું છે. જે સંભવિત લાભાર્થીઓ માટે વ્યાપક સુલભતા સુનિશ્ચિત કરે છે. લાભાર્થીઓને 3 કિલોવોટની રૂફટોપ સોલાર સિસ્ટમ માટે રૂ. 78,000 સુધીની સબસિડી મળે છે, જે ઇન્સ્ટોલેશન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

કેટલાંક રાજ્યોમાં નોંધપાત્ર પ્રગતિ

આ યોજનામાં અનેક રાજ્યોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ચંદીગઢ અને દમણ અને દીવે તેમના સરકારી બાંધકામના રૂફટોપ સોલાર લક્ષ્યાંકોનો 100 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. જે સ્વચ્છ ઊર્જા અપનાવવામાં દેશનું નેતૃત્વ કરે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુ જેવાં રાજ્યો પણ અસાધારણ રીતે સારો દેખાવ કરી રહ્યાં છે. જે એકંદરે ઇન્સ્ટોલેશનના આંકડામાં નોંધપાત્ર પ્રદાન કરે છે. સરકાર વર્ષ 2026-27 સુધીમાં 1 કરોડ કુટુંબો સુધી પહોંચવાના લક્ષ્યાંક સાથે આ યોજનાનો સરળ અને સમયસર અમલ સુનિશ્ચિત કરવા તમામ રાજ્યોની પ્રગતિ પર સક્રિયપણે નજર રાખી રહી છે.

ભારતના રૂફટોપ સોલાર સેક્ટરને આગળ ધપાવવું

આ યોજનાનો કુલ ખર્ચ ₹75,021 કરોડ છે. સરળ ધિરાણની સુવિધા માટે કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં મુંબઈમાં પુનઃપ્રાપ્ય ઊર્જા માટે નાણાં એકત્ર કરવા પરનાં રાષ્ટ્રીય કાર્યશાળામાં ટોચનાં બેંકર્સ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે આ યોજના હેઠળ લોનની મુશ્કેલી વિના વહેંચણી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. આ ચર્ચાને પગલે ફાઇનાન્સની સુલભતાને અનલોક કરવા માટે કેટલીક ચાવીરૂપ બાબતો હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓછા ખર્ચના ધિરાણની જરૂરિયાત, નવીન ફાઇનાન્સિંગ મોડલ્સ, વૈશ્વિક આબોહવા ભંડોળની સુલભતામાં સુધારો અને નવી ટેકનોલોજી માટે જોખમ-વહેંચણીની વ્યવસ્થામાં વધારો સામેલ છે. આ બેઠકમાં ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તનને ટેકો આપવા જાહેર-ખાનગી ભાગીદારીને મજબૂત કરવા અને ગ્રીન ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના વિસ્તરણના મહત્ત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

સરકાર રૂફટોપ સોલાર પહેલને જાહેર માળખાગત સુવિધાઓ સુધી પણ વિસ્તારી રહી છે. જે સરકારી ઇમારતો પર સૌરઉર્જાની સ્થાપનાને પ્રોત્સાહન આપે છે. આ પ્રયાસ માત્ર કાર્યકારી ઊર્જા ખર્ચમાં જ ઘટાડો નથી કરતો, પરંતુ વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે એક મોડેલ તરીકે પણ કામ કરે છે, જે સમગ્ર દેશમાં સૌર ઊર્જાના વ્યાપક સ્વીકારને પ્રોત્સાહિત કરે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના ભારતમાં ઉત્પાદિત સોલર મોડ્યુલ અને સેલ્સનાં ઉપયોગને ફરજિયાત બનાવીને સ્થાનિક ઉત્પાદનને ટેકો આપે છે. 10મી માર્ચ 2025 સુધી, આ યોજનાએ રૂફટોપ સોલર ક્ષમતાના 3 જીડબ્લ્યુથી વધુની સ્થાપનાની સુવિધા આપી છે. માર્ચ 2027 સુધીમાં વધારાના 27 ગીગાવોટનો લક્ષ્યાંક છે. આ પહેલ ઇન્વર્ટર્સ અને બેલેન્સ ઑફ પ્લાન્ટ (બીઓપી) ઘટકોના સ્થાનિક ઉત્પાદનને પણ આગળ ધપાવી રહી છે. જે ભારતની નવીનીકરણીય ઊર્જા ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરે છે અને મેક ઇન ઇન્ડિયા દ્રષ્ટિકોણને વધારે મજબૂત કરે છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીના માર્ગદર્શન હેઠળ MNRE ઝડપથી રોલઆઉટ કરવા, ઝડપી જમાવટ માટે માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા, સબસિડીનું કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરવા અને વિસ્તૃત જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે કામ કરી રહી છે. આ યોજનાને લોકો અને સરકાર તરફથી સતત જબરદસ્ત ટેકો મળી રહ્યો છે, જે ભારત માટે સ્વચ્છ, હરિયાળા અને ઊર્જા-સુરક્ષિત ભવિષ્ય તરફના એક પરિવર્તનકારી પગલાને ચિહ્નિત કરે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2110379) Visitor Counter : 54