રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ નવા ફોર્મેટમાં ગાર્ડ ચેન્જ સેરેમનીના સાક્ષી બન્યા
લોકો 22 ફેબ્રુઆરીથી સમારોહ જોઈ શકશે
Posted On:
16 FEB 2025 12:04PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે સવારે (16 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નવા ફોર્મેટમાં ગાર્ડ ચેન્જ સેરેમનીના ઉદ્ઘાટન શોના સાક્ષી બન્યા હતાં.
આ સમારોહ આગામી શનિવાર એટલે કે 22 ફેબ્રુઆરી, 2025થી મોટી સંખ્યામાં મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે, જેમાં લોકો રાષ્ટ્રપતિ ભવનની પૃષ્ઠભૂમિ સાથે ગતિશીલ દ્રશ્ય અને સંગીતમય પ્રદર્શન જોઈ શકશે. રાષ્ટ્રપતિના બોડીગાર્ડના સૈનિકો અને ઘોડાઓ દ્વારા લશ્કરી કવાયત અને સેરેમોનિયલ ગાર્ડ બટાલિયનના સૈનિકો, સાથે જ સેરેમોનિયલ મિલિટરી બ્રાસ બેન્ડ અને એક મોટા ક્ષેત્રમાં ફેલાયેલા, નવા ફોર્મેટનો ભાગ હશે.
મુલાકાતીઓ https://visit.rashtrapatibhavan.gov.in/ પર તેમના સ્લોટ બૂક કરાવી શકે છે.




AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2103979)
Visitor Counter : 35