નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કૃષિ ભારતની વિકાસ યાત્રા માટેનું પ્રથમ એન્જિન છે: બજેટ 2025-26


બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે

ઉચ્ચ ઉપજ આપતા બીજ પર રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવશે

10 લાખ જર્મપ્લાઝમ લાઇન સાથે બીજી જીન બેંક સ્થાપિત કરવામાં આવશે

કપાસ ઉત્પાદકતા માટે પાંચ વર્ષીય મિશનની જાહેરાત કરવામાં આવી

કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી

આસામનાં નામરૂપમાં 12.7 લાખ મેટ્રિક ટન યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે

અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પર દીર્ઘકાલીન મત્સ્ય સંવર્ધન માટેના નવા માળખા અંગે વિશેષ ધ્યાન આપવામાં આવશે

Posted On: 01 FEB 2025 1:27PM by PIB Ahmedabad

ભારતની વિકાસ યાત્રા માટે 'પ્રથમ એન્જિન તરીકે કૃષિ' પર ભાર મૂકતા  કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26માં કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને વેગ આપવા માટે અનેક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી અન્નદાતાને લાભ થશે.

શ્રીમતી સીતારમણે બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, તેનાથી મખાનાના ઉત્પાદન, પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન અને માર્કેટિંગમાં સુધારો થશે  તેમજ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)માં સંગઠિત થનારી આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને ટેકો મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આ બોર્ડ મખાનાનાં ખેડૂતોને હેન્ડહોલ્ડિંગ અને તાલીમ સહાય પ્રદાન કરશે  તથા તેમને તમામ સંબંધિત સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ કામ કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HWL7.jpg

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , સંશોધન પ્રણાલીને મજબૂત કરવા, લક્ષિત વિકાસ અને ઊંચી ઉપજ ધરાવતાં બિયારણોનો પ્રસાર, જંતુઓનો પ્રતિકાર અને આબોહવામાં સ્થિતિસ્થાપકતા ધરાવતાં બિયારણોનો ઉપયોગ કરવા તથા જુલાઈ, 2024થી બહાર પાડવામાં આવેલી 100થી વધારે બિયારણની જાતોની વાણિજ્યિક ઉપલબ્ધતાને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય મિશન ઓન હાઈ યીલ્ડિંગ સીડ્સ શરૂ કરવામાં આવશે.

આનુવંશિક સંસાધનો માટે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોને સંરક્ષણ સહાય પૂરી પાડવા અને ભવિષ્યમાં ખાદ્ય અને પોષક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, મંત્રીએ જણાવ્યું હતું કે, 10 લાખ જર્મપ્લાઝમ લાઇન્સ સાથેની બીજી જીન બેંકની સ્થાપના કરવામાં આવશે.

'કપાસની ઉત્પાદકતા માટેનું મિશન'ની જાહેરાત કરતાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, પાંચ વર્ષનું આ અભિયાન કપાસની ખેતીની ઉત્પાદકતા અને ટકાઉપણામાં નોંધપાત્ર સુધારો કરશે તથા કપાસની વધારાની વિવિધ જાતોને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું હતું કે, આ અભિયાનથી કપાસનું ઉત્પાદન કરતા લાખો ખેડૂતોને લાભ થશે, કારણ કે  ખેડૂતોને શ્રેષ્ઠ વિજ્ઞાન અને ટેકનોલોજી સહાય પ્રદાન કરવામાં આવશે. ટેક્સટાઇલ ક્ષેત્ર માટે સરકારનાં સંકલિત 5F વિઝન સાથે સુસંગત મંત્રીએ નોંધ્યું હતું કે, આ અભિયાનથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે  તેમજ  ભારતનાં પરંપરાગત ટેક્સટાઇલ ક્ષેત્રને પુનર્જીવિત કરવા ગુણવત્તાયુક્ત કપાસનો સતત પુરવઠો સુનિશ્ચિત થશે.

આશરે 7.7 કરોડ ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતો માટે ટૂંકા ગાળાની લોનની સુવિધામાં કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)નાં મહત્ત્વને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રીએ સંશોધિત ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ હેઠળ કેસીસી મારફતે લેવામાં આવેલી લોન માટે લોનની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની જાહેરાત કરી હતી.

શ્રીમતી સીતારમણે અસમનાં નામરૂપમાં વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા સાથે યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી યુરિયાનો પુરવઠો વધશે અને પૂર્વીય ક્ષેત્રમાં તાજેતરમાં ખોલવામાં આવેલા ત્રણ સુષુપ્ત યુરિયા પ્લાન્ટની સાથે યુરિયા ઉત્પાદનમાં અસ્થિરતા હાંસલ કરવામાં  મદદ  મળશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MPAV.jpg

 રૂ. 60,000 કરોડનાં મૂલ્યની સીફૂડની નિકાસ સાથે મત્સ્ય ઉત્પાદન અને જળચરઉછેરનાં ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી મોટું સ્થાન ધરાવે છે એ બાબત પર ભાર મૂકીને કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે, સરકાર આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન અને ઉચ્ચ સમુદ્રમાંથી મત્સ્યપાલનનાં સ્થાયી ઉપયોગ માટે સક્ષમ માળખું ઊભું કરશેજે દરિયાઇ ક્ષેત્રની વણખેડાયેલી સંભવિતતાને અનલોક કરશે.

AP/IJ/GP/JD


(Release ID: 2098544) Visitor Counter : 45