માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું
'જનભાગીદારીથી જનકલ્યાણ' વિષયની સાથે તે પરિવર્તનકારી શાસનના દાયકાની ઉજવણી કરે છે
Posted On:
07 JAN 2025 5:59PM by PIB Ahmedabad
ભારત સરકારે તેના 2025ના કેલેન્ડર માટે જનભાગીદારીથી જનકલ્યાણને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો છે, જે પરિવર્તનકારી શાસનની નીતિ પર ભાર મૂકે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં છેલ્લાં એક દાયકામાં વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનકારી શાસનની દેખીતી અસર વિશે વાત કરી હતી. તેમણે ગરીબોનું કલ્યાણ સુધારવા, મહિલાઓનું સશક્તિકરણ કરવામાં અને સમગ્ર દેશમાં માળખાગત વિકાસને આગળ ધપાવવામાં પરિવર્તનકારી શાસનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
આ અનાવરણ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન, માહિતી અને પ્રસારણ સચિવ, શ્રી સંજય જાજુ, પીઆઈબીનાં મુખ્ય મહાનિદેશક શ્રી ધીરેન્દ્ર ઓઝા અને સેન્ટ્રલ બ્યુરો ઑફ કમ્યુનિકેશનનાં મહાનિદેશક શ્રી યોગેશ બાવેજા ઉપસ્થિત રહ્યાં હતાં.
પરિવર્તનકારી શાસનના એક દાયકાની ઉજવણી
દેશ જ્યારે 2014થી 2025, સુશાસનના 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે ભારત સરકાર કેલેન્ડર 2025 એ રાષ્ટ્રની પ્રગતિ અને પરિવર્તનકારી શાસનને પ્રકાશિત કરવા માટે આ માધ્યમનો ઉપયોગ કરવાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરામાં વધુ એક પ્રકરણની નિશાની છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન (સીબીસી) દ્વારા ડિઝાઇન અને તૈયાર કરેલા આ કેલેન્ડર માત્ર દિવસો અને મહિનાઓ માટે માર્ગદર્શિકા જ નથી, પરંતુ સર્વસમાવેશકતા, પારદર્શિતા અને સહભાગી શાસન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે.
કેલેન્ડરમાં કેન્દ્ર સરકારના સહભાગી વિષય પર ચિત્ર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં ચિત્રો દ્વારા ભારતની વિકાસ તરફની યાત્રા રજૂ કરવામાં આવી છે. તે સહભાગી શાસનના મહત્ત્વ પર પણ ભાર મૂકે છે, જે ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારનાં હાર્દમાં છે. તે ભારપૂર્વક જણાવે છે કે આપણા રાષ્ટ્રની શક્તિ તેના લોકોની સામૂહિક ઉર્જા અને પ્રયત્નોમાં રહેલી છે. સ્વચ્છ ભારત મિશન જેવા કાર્યક્રમો કે જેણે સ્વચ્છતાને રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં પરિવર્તિત કરી દીધી છે, તેનાથી લઈને 68 કરોડથી વધુ લાભાર્થીઓને આરોગ્ય સેવા પૂરી પાડનારા આયુષ્માન ભારત જેવી પહેલો સુધી નાગરિકોની ભાગીદારી કેન્દ્રસ્થાને રહી છે.
ભારત સરકારના 2025 કેલેન્ડરના મુખ્ય વિષયો
આ કેલેન્ડરની શરૂઆત જ सर्वेषां मङ्गलं भूयात् સૂત્રથી એટલે કે બધાના કલ્યાણથી શરૂ થાય છે. અને તે પછી કૃષિમાં ક્ષેત્રીય પ્રગતિ, મહિલા સશક્તિકરણ, યુવાનો અને રાષ્ટ્રની પ્રગતિમાં ક્ષમતા દર્શાવે છે. રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓને શક્તિ કહીને શ્રેય આપવાનો અને યુવાનોને ઉદય, જાગૃતિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા આહવાન કરતો મંત્ર કેલેન્ડરના પ્રથમ ચાર મહિનામાં પ્રતિબિંબિત થાય છે.
માળખાગત સુવિધા માટે, આ કેલેન્ડર "રાષ્ટ્ર સમૃદ્ધિમાં ખીલે છે"ના મંત્રને પ્રતિબિંબિત કરે છે અને તેમાં "આંતરિક શુદ્ધતા બાહ્ય સ્વચ્છતા તરફ દોરી જાય છે" ના સૂત્ર દ્વારા મે મહિનામાં પ્રતિબિંબિત થતી સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. કેલેન્ડરનું જુલાઈ મહિનાનું પાનું "એક્સરસાઇઝ ઇઝ ધ સ્યોરેસ્ટ રેસીપી ફોર વેલનેસ"ના સૂત્ર પર આધારિત છે, જ્યારે સ્વતંત્રતા દિવસનો મહિનાનો વિષય તંદુરસ્ત જીવનશૈલી દ્વારા સો વર્ષ લાંબા જીવનની ઇચ્છા રાખે છે.
આ કેલેન્ડરમાં ભારતનાં પ્રધાનમંત્રીને ભારતીય અર્થતંત્રમાં પ્રદાનની સ્વીકૃતિ સ્વરૂપે ' उद्यमेन हि सिध्यन्ति कार्याणि ' મારફતે ઉદ્યોગસાહસિકોને પ્રેરિત કરતા દર્શાવવામાં આવ્યા છે. એકતા દિવસનો મહિનો પ્રધાનમંત્રીએ ભારતના લોહપુરુષ સરદાર પટેલને સલામ કરતા દર્શાવ્યો છે.
જનજાતીય ગૌરવ દિનની લાક્ષણિકતા ધરાવતા નવેમ્બર મહિનાની વિશેષતા એ માતૃભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતા છે. આ કેલેન્ડરનો અંત ડિસેમ્બરમાં ટેકનોલોજીકલ નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે થાય છે, જેમાં "अपरिमितं भव्यम्" (ભવિષ્યમાં અમર્યાદિત શક્યતાઓ સમાયેલી છે) છે, જે માનવ ચહેરા સાથે શાસનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગને દર્શાવવાના સકારાત્મક મંત્રને દર્શાવે છે.
ભારત સરકારના કેલેન્ડર વિશે
ભારત સરકારનું કેલેન્ડર વર્ષોથી જાહેર સંદેશાવ્યવહારનું એક અભિન્ન અંગ બની ગયું છે. જે એક એવા માધ્યમમાં વિકસિત થયું છે જે માત્ર તારીખો કરતાં વધુ સંદેશાવ્યવહાર કરે છે. તે સરકારના મુખ્ય કાર્યક્રમો, પહેલો અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડે છે, જે ભારતે કરેલી સામૂહિક પ્રગતિની પ્રેરણાદાયી યાદ અપાવે છે. ભારત સરકારનું 2025નું કેલેન્ડર પણ પરંપરાગત જ્ઞાન વ્યવસ્થાને પરિવર્તનકારી શાસનનાં મંત્ર સ્વરૂપે સ્વીકારે છે, જે રાષ્ટ્રની પ્રગતિને આગળ ધપાવે છે.
13 ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ કેલેન્ડરની સર્વસમાવેશકતા દરેક ભાષાકીય અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના નાગરિકો સાથે જોડાવાના સરકારના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. તેની ગ્રામ પંચાયતો સુધી વિસ્તૃત વહેંચણી થવાને કારણે, તે અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે કામ કરે છે. જે છેવાડાના સમુદાયોને સરકારની દીર્ઘદષ્ટિ અને પહેલો સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે. આ કેલેન્ડર માત્ર વ્યવહારિક સંસાધન જ નથી, પરંતુ આપણા દેશની એકતા અને શક્તિનું પણ પ્રતીક છે.
લાખો ઘરો, કચેરીઓ અને જાહેર સંસ્થાઓ સુધી પહોંચતા દસ્તાવેજ તરીકે, કેલેન્ડર પારદર્શિતા અને સર્વસમાવેશક વિકાસ માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તે માત્ર સિદ્ધિઓની તવારીખ જ નથી, પરંતુ દરેક નાગરિક આત્મનિર્ભર અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં સક્રિયપણે ભાગ લે તે માટે પગલાં લેવાની હાકલ પણ છે.
તે 1.4 અબજ ભારતીયોની સામૂહિક શક્તિ અને સહિયારી આકાંક્ષાઓનાં પ્રતીક સ્વરૂપે કામ કરે છે. તેની વ્યાપક પહોંચ અને શક્તિશાળી સંદેશ સાથે, કેલેન્ડર રાષ્ટ્રને એક તેજસ્વી, વધુ સમાવિષ્ટ આવતીકાલ તરફ પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે. તે જન ભાગીદારીની પરિવર્તનકારી શક્તિનો પુરાવો છે, જે રાષ્ટ્રની જન કલ્યાણ તરફની યાત્રાને આગળ ધપાવી રહી છે.
કૃપા કરીને 2025 માટે ભારત સરકારના કેલેન્ડરની અંગ્રેજી અને હિન્દી લિંક જૂઓ.
AP/IJ/GP/JD
(Release ID: 2090973)
Visitor Counter : 44
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada