પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
12 DEC 2024 7:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના પરાક્રમને ઐતિહાસિક અને અનુકરણીય ગણાવ્યું.
X પર ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના હેન્ડલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
“ઐતિહાસિક અને અનુકરણીય!
ગુકેશ ડીને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અપ્રતિમ પ્રતિભા, પરિશ્રમ અને અતૂટ સંકલ્પનું પરિણામ છે.
તેમની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં તેમનું નામ અંકિત કર્યું નથી પરંતુ લાખો યુવા દિમાગને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા છે.
તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ. @DGukesh”
AP/IG/GP/JD
(रिलीज़ आईडी: 2083928)
आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam