પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદીએ કુવૈતના વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બરમાં ન્યુયોર્કમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથેની તેમની મુલાકાતને યાદ કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં વધતી ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો
તેમણે વેપાર, રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધોમાં સહકાર વધારવાની ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયની કાળજી લેવા બદલ કુવૈતના નેતૃત્વનો આભાર માન્યો
પ્રધાનમંત્રીએ ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચે ગાઢ સહયોગ પર ભાર આપ્યો
પ્રધાનમંત્રીએ વહેલી તકે કુવૈતની મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકાર્યું
Posted On:
04 DEC 2024 9:44PM by PIB Ahmedabad
કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
કુવૈતના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ સબાહ ખાલેદ અલ-હમદ અલ-સબાહ સાથે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં થયેલી તેમની મુલાકાતને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોમાં વધતી ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેઓએ વેપાર, રોકાણ, ઉર્જા, ટેક્નોલોજી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના મજબૂત સંબંધોમાં સહકાર વધારવાના પગલાં અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ કુવૈતમાં રહેતા 10 લાખથી વધુ ભારતીય સમુદાયની કાળજી લેવા માટે કુવૈતના નેતૃત્વનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કુવૈતની જીસીસીની વર્તમાન અધ્યક્ષતા હેઠળ ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચે ગાઢ સહકાર વધુ મજબૂત થશે. તેઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું અને આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા ઝડપથી પરત ફરે તે માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કુવૈતના નેતૃત્વનું આમંત્રણ સ્વીકારીને વહેલી તકે તેમના દેશની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2080949)
Visitor Counter : 34
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam