પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાર્બાડોસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
22 NOV 2024 3:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી મિયા અમોર મોટલી સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાતે બંને નેતાઓને ભારત અને બાર્બાડોસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પુનઃ સમર્થન અને મજબૂત કરવાની તક પૂરી પાડી હતી.
નેતાઓએ આરોગ્ય, ફાર્મા, ક્લાઈમેટ ચેન્જ એક્શન, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં ચાલી રહેલા સહકારની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી મોટલીએ ગ્લોબલ સાઉથના ભારતના નેતૃત્વ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2075775)
મુલાકાતી સંખ્યા : 172
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam