ક્રમ
|
હસ્તાક્ષર થયેલ એમઓયુ
|
એમઓયુનો વ્યાપ
|
1.
|
હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)
|
આ વિષય પર સહકારમાં ક્રૂડનું સોર્સિંગ, કુદરતી ગેસમાં જોડાણ, માળખાગત સુવિધાનો વિકાસ, ક્ષમતા નિર્માણ અને સંપૂર્ણ હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં કુશળતાની વહેંચણી સામેલ છે.
|
2.
|
કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર માટે સમજૂતીકરાર (એમઓયુ)
|
સંયુક્ત પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક સામગ્રીઓ, માહિતી અને કર્મચારીઓના આદાનપ્રદાનના માધ્યમથી કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવું.
|
3.
|
સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ (2024-27)
|
રંગભૂમિ, સંગીત, લલિત કળા, સાહિત્ય, પુસ્તકાલય અને સંગ્રહાલય સાથે સંબંધિત બાબતોનાં ક્ષેત્રોમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સહકારને પ્રોત્સાહન આપવા સહિત ભારત અને ગુયાના વચ્ચે સાંસ્કૃતિક સહકારને મજબૂત કરવાનો ઉદ્દેશ છે.
|
4.
|
ભારતીય ફાર્માકોપિયા કમિશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુયાનાના આરોગ્ય મંત્રાલય વચ્ચે ભારતીય ફાર્માકોપિયાને માન્યતા આપવા માટે સમજૂતીકરાર (એમઓયુ) ભારતીય ફાર્માકોપિયા નિયમન એમઓયુને માન્યતા આપવા માટે સમજૂતીકરાર (એમઓયુ)
|
દવાઓના નિયમનના ક્ષેત્રમાં તેમના સંબંધિત કાયદા અને નિયમનો અનુસાર ઘનિષ્ઠ સહકાર વિકસાવવા અને માહિતીના આદાન-પ્રદાનના મહત્વને ઓળખવું
|
5.
|
જનઔષધિ યોજના (પીએમબીજેપી)નાં અમલીકરણ માટે મેસર્સ એચએલએલ લાઇફકેર લિમિટેડ અને ગુયાનાનાં સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)
|
પીએમબીજેપી કાર્યક્રમ હેઠળ કેરિકોમ દેશોની જાહેર ખરીદી કરતી એજન્સીઓને વાજબી કિંમતે દવાઓનો પુરવઠો
|
6.
|
સીડીએસસીઓ અને ગુયાનાના આરોગ્ય મંત્રાલય વચ્ચે તબીબી ઉત્પાદનોના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)
|
ફાર્માસ્યુટિકલ ઉપયોગ માટે કાચા માલ, જૈવિક ઉત્પાદનો, તબીબી ઉપકરણો અને કોસ્મેટિક ઉત્પાદનો સહિત ફાર્માસ્યુટિકલ્સના સંબંધમાં ચિકિત્સા ઉત્પાદન નિયમન સંવાદ અને સહકાર માળખાની સ્થાપના કરવાનો ઉદ્દેશ છે
|
7.
|
ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે વસતિના ધોરણે અમલમાં મૂકાયેલા સફળ ડિજિટલ સોલ્યુશન્સ વહેંચવાના ક્ષેત્રમાં સહકાર પર ઇન્ડિયા સ્ટેક એમઓયુ
|
ક્ષમતા નિર્માણ, તાલીમ કાર્યક્રમો, શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન, સરકારી અધિકારીઓ અને નિષ્ણાતોનું આદાન-પ્રદાન, પાયલોટ અથવા ડેમો સોલ્યુશનનો વિકાસ વગેરે મારફતે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવો
|
8.
|
ગુયાનામાં યુપીઆઈ જેવી સિસ્ટમ તૈનાત કરવા સક્ષમ બનાવવા માટે એનપીસીઆઈ ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને ગુયાનાના વિદેશી બાબતોના મંત્રાલય વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)
|
આ એમઓયુનો ઉદ્દેશ ગુયાનામાં રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમની જેમ યુપીઆઈની તૈનાતી માટેની શક્યતા માટે એકબીજામાં પ્રવેશવાની ઇચ્છાને સમજવાનો છે.
|
9.
|
પ્રસાર ભારતી અને નેશનલ કમ્યુનિકેશન નેટવર્ક, ગુયાના વચ્ચે પ્રસારણ ક્ષેત્રમાં સહકાર અને જોડાણ પર સમજૂતીકરાર (એમઓયુ)
|
સંસ્કૃતિ, શિક્ષણ, વિજ્ઞાન, મનોરંજન, રમતગમત, સમાચારો અને પારસ્પરિક હિતના ક્ષેત્રોના ક્ષેત્રોમાં કાર્યક્રમોનું આદાન-પ્રદાન કરવું
|
10.
|
એનડીઆઈ (નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગુયાના) અને આરઆરયુ (રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)
|
આ એમઓયુનો ઉદ્દેશ બંને સંસ્થાઓ વચ્ચે સંયુક્ત માળખું સ્થાપિત કરવાનો છે, જેનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ અભ્યાસમાં સંશોધન, શિક્ષણ અને તાલીમ વધારવાનો છે.
|