પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ શ્રી રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો
                    
                    
                        
શ્રી ટાટા એજ્યુકેશન, હેલ્થકેર, સેનિટેશન, એનિમલ વેલ્ફેર જેવા મુદ્દાઓને આગળ વધારવામાં મોખરે હતા: પ્રધાનમંત્રી
મોટા સપના જોવાના અને સમાજને પાછું આપવાનો શ્રી ટાટાનો જુસ્સો અજોડ હતું : પ્રધાનમંત્રી
                    
                
                
                    Posted On:
                10 OCT 2024 5:38AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને એક અસાધારણ માનવી હતા, જેમણે પોતાની નમ્રતા, દયા અને આપણા સમાજને વધુ સારું બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વડે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા. 
X પર એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“શ્રી રતન ટાટા જી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. સાથે , તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું જ આગળ હતું. તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને યોગ્ય બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાના કારણે તેમણે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા હતા.”
“શ્રી રતન ટાટા જીના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સ્વપ્ન જોવા અને પાછું આપવા પ્રત્યેનો તેમનો જુસ્સો હતો. તેઓ શિક્ષણ, આરોગ્યસંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા કેટલાક કારણોને આગળ ધપાવવામાં મોખરે હતા.”
“મારું મન શ્રી રતન ટાટા જી સાથે અસંખ્ય મુલાકાતોથી ભરાયેલું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ ખૂબ સમૃદ્ધ લાગ્યા. હું જ્યારે દિલ્હી આવ્યો ત્યાર બાદ પણ આ મુલાકાત ચાલુ રહી. તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
 
 
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2063727)
                Visitor Counter : 155
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam