પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાત કરી
પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમની જાણકારી
પ્રધાનમંત્રીએ તે વાત પર ભાર આપ્યો કે આતંકવાદ માટે કોઈપણ સ્વરૂપ અને અભિવ્યક્તિમાં કોઈ સ્થાન નથી
પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય તણાવ અટકાવવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિની નિર્ણાયક જરૂરિયાત પર ભાર મુક્યો
બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નેતન્યાહુ અને વિશ્વભરના યહૂદી લોકોને રોશ હશનાહ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
30 SEP 2024 11:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોન પર વાતચીત કરી.
PM નેતન્યાહુએ પ્રધાનમંત્રીને પશ્ચિમ એશિયામાં હાલના ઘટનાક્રમો અંગે જાણકારી આપી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ માટે કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિ માટે કોઈ સ્થાન નથી.
પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય તણાવ ઘટાડવા અને તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ માટે કામ કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાને સમર્થન આપવા તૈયાર છે.
બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ રોશ હશનાહના અવસર પર પ્રધાનમંત્રી નેતન્યાહુ અને વિશ્વભરના યહૂદી લોકોને પોતાની શુભેચ્છાઓ પાઠવી.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2060521)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam