ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને યુનાઇટેડ સ્ટેટ્સની 3 દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
આ મુલાકાત મુત્સદ્દીગીરીના મોદી સિદ્ધાંતને વધુ મજબુત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષોમાં ભારતને ટકાઉ વિકાસના ઉદાહરણો દ્વારા વૈશ્વિક પરિવર્તનકર્તાની ભૂમિકા તરફ આગળ ધપાવ્યું છે
સફળ ક્વાડ સમિટ, ‘મોદી એન્ડ યુએસ’ મેગા કોમ્યુનિટી ઈવેન્ટ અને યુએન સમિટ ઓફ ધ ફ્યુચર સમગ્ર વિશ્વમાં પીએમ મોદીની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે
પીએમ મોદીના નેતૃત્વએ માત્ર એક રાષ્ટ્ર તરીકે ભારતનું કદ વધાર્યું નથી, જેને દરેક વ્યક્તિ સાંભળે છે, પરંતુ માનવતાના ઉત્થાનમાં દરેક દેશ ભાગીદાર તરીકે સ્વીકારે છે
Posted On:
24 SEP 2024 7:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની 3 દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું કે “પીએમ શ્રી નરેન્દ્ર મોદીજીને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ત્રણ દિવસીય સફળ પ્રવાસ માટે અભિનંદન. આ પ્રવાસ મુત્સદ્દીગીરીના મોદી સિદ્ધાંતને વધુ મજબુત બનાવે છે, જેણે છેલ્લા 10 વર્ષોમાં ભારતને ટકાઉ વિકાસના ઉદાહરણો દ્વારા વૈશ્વિક પરિવર્તનકર્તાની ભૂમિકા તરફ પ્રેરિત કર્યું છે. સફળ ક્વાડ સમિટ, ‘મોદી એન્ડ યુએસ’ મેગા કોમ્યુનિટી ઈવેન્ટ અને યુએન સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વભરમાં તેમની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. મોદીજીના નેતૃત્વએ માત્ર એક રાષ્ટ્ર તરીકે ભારતનું કદ વધાર્યું નથી, જેને દરેક વ્યક્તિ સાંભળે છે, પરંતુ માનવતાના ઉત્થાનમાં દરેક દેશ ભાગીદાર તરીકે સ્વીકારે છે.
AP/GP/JD
(Release ID: 2058424)
Visitor Counter : 92