માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વિશેષ અભિયાન 4.0માં ભાગ લેવાની તૈયારી


2 થી 31 ઓક્ટોબર, 2024 સુધી પડતર બાબતોના નિકાલ અને સ્વચ્છતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું અભિયાન

Posted On: 19 SEP 2024 9:31AM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતાને સંસ્થાગત બનાવવા અને સરકારમાં પેન્ડિંગ ઘટાડવાના વિઝનથી પ્રેરિત થઈને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને તેની ફિલ્ડ ઓફિસો સાથે મળીને 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2024 સુધી વિશેષ અભિયાન 4.0માં ભાગ લેવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં સ્વચ્છતાને સંસ્થાગત સ્વરૂપ આપવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા, પેન્ડિંગ કેસોનો નિકાલ, યોગ્ય જગ્યા વ્યવસ્થાપન કરવા અને સંદેશાવ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ તમામ મીડિયા વડાઓ સાથે પડતર બાબતોના નિકાલ અને સ્વચ્છતા માટે વિશેષ અભિયાન 4.0નો અમલ કરવાની તૈયારીની પ્રગતિ પર એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં અખિલ ભારતીય સ્તરે પર સમગ્ર સરકારી દ્રષ્ટિકોણની સાથે વિભિન્ન કાર્યક્રમોનો પ્રચાર-પ્રસાર પણ સામેલ  છે.

વિશેષ અભિયાન ૩.૦

વિશેષ અભિયાન 3.0માં માહિતી અને પ્રસારણ મંત્રાલયને મોટી સફળતા મળી હતી. કુલ 1013 આઉટડોર અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા અને 1972 સ્થળોની ઓળખ કરીને તેની સફાઇ કરવામાં આવી હતી. 28,574 ફાઇલોને વીણી કાઢવામાં આવી હતી. 2.01 લાખ કિલો સ્ક્રેપ્સનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 3.62 કરોડ રૂપિયાની આવક થઈ હતી. મંત્રાલયે જાહેર ફરિયાદોનો નિકાલ કરવા, સીપીજીઆરએએમએસ હેઠળ જાહેર ફરિયાદની અપીલનો નિકાલ કરવા માટે 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે, જેમાં અન્ય સિદ્ધિઓ સામેલ છે.

નવેમ્બર 2023થી ઓગસ્ટ 2024 દરમિયાનની સિદ્ધિઓ

આ સમયગાળા દરમિયાન, મંત્રાલયે સ્વચ્છતાના સંસ્થાકીયકરણ અને પડતર બાબતોના નિકાલ માટેની સમાન ગતિ જાળવવા સતત પ્રયાસ કર્યા છે.

આ સમયગાળા દરમિયાનની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ નીચે મુજબ છેઃ

  • ભંગારના નિકાલથી 1.76 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
  • 1.47 લાખ કિલોના ભંગારનો નિકાલ
  • 18,520 ભૌતિક ફાઇલોને કાઢી નાખવામાં આવી હતી
  • 110 વાહનોને નિષ્પ્રભાવી કરવામાં આવ્યા
  • 2,422 સ્થળોની સફાઈ કરવામાં આવી
  • 33,546 ચોરસ ફૂટ જગ્યા ફ્રી કરવામાં આવી
  • કુલ 1,345 આઉટડોર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
  • 3,044 જાહેર ફરિયાદો અને 737 અપીલોનો નિકાલ કરવામાં આવ્યો છે.

 

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2056525) Visitor Counter : 48