ગૃહ મંત્રાલય

સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓ પોર્ટ બ્લેરની રાજધાનીનું નામ બદલીને "શ્રી વિજય પુરમ" કરવાનો નિર્ણય લીધો છે.


કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી

રાષ્ટ્રને વસાહતી છાપમાંથી મુક્ત કરવા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનથી પ્રેરિત થઈને, આજે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને "શ્રી વિજય પુરમ" કરવાનો નિર્ણય લીધો છે

જ્યારે પહેલાનું નામ વસાહતી વારસો ધરાવતું હતું, ત્યારે શ્રી વિજયા પુરમ એ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મળેલી જીત અને એમાં A&N ટાપુઓની અનન્ય ભૂમિકાનું પ્રતીક છે

આંદામાન અને નિકોબાર ટાપુઓનું આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઈતિહાસમાં અજોડ સ્થાન છે

એક સમયે ચોલા સામ્રાજ્યના નેવલ બેઝ તરીકે સેવા આપતો ટાપુ પ્રદેશ આજે આપણી વ્યૂહાત્મક અને વિકાસની આકાંક્ષાઓ માટે નિર્ણાયક આધાર બનવા માટે તૈયાર છે

Posted On: 13 SEP 2024 6:18PM by PIB Ahmedabad

સરકારે આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને "શ્રી વિજયાપુરમ" કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં સંસ્થાનવાદી છાપમાંથી દેશને મુક્ત કરવાનાં વિઝનથી પ્રેરિત થઈને 'એક્સ' પરની એક પોસ્ટમાં ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, આજે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયા પુરમ' કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉનાં નામમાં સંસ્થાનવાદી વારસો હતો, ત્યારે શ્રી વિજયા પુરમ આપણાં સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાપ્ત વિજયનું પ્રતીક છે અને તેમાં એએન્ડએન દ્વીપ સમૂહની વિશિષ્ટ ભૂમિકાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઇતિહાસમાં આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહો અપ્રતિમ સ્થાન ધરાવે છે. એક સમયે ચોલા સામ્રાજ્યના નૌકાદળના મથક તરીકે સેવા આપતો આ ટાપુ પ્રદેશ આજે આપણી વ્યૂહાત્મક અને વિકાસની આકાંક્ષાઓ માટેનો નિર્ણાયક પાયો બનવાની તૈયારીમાં છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ એ જ સ્થળ છે, જેણે નેતાજી સુભાષચંદ્ર બોઝનાં આપણાં તિરંગાને પ્રથમ વાર લહેરાવવાનું આયોજન કર્યું હતું તથા એ સેલ્યુલર જેલ પણ હતી, જેમાં વીર સાવરકરજી અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓએ સ્વતંત્ર રાષ્ટ્ર માટે સંઘર્ષ કર્યો હતો.

AP/GP/JD



(Release ID: 2054808) Visitor Counter : 29