રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

અમૃત ઉદ્યાન આવતીકાલે ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે

Posted On: 04 SEP 2024 5:42PM by PIB Ahmedabad

અમૃત ઉદ્યાન આવતીકાલે (સપ્ટેમ્બર 5, 2024) શિક્ષક દિને તમામ શિક્ષકો માટે ખાસ ખુલ્લું રહેશે. તેઓ નોર્થ એવેન્યુ રોડ પાસે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35 પરથી આવી શકે છે. તેમની સુવિધા માટે કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધીની મફત શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.

અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશન, 2024 સોમવાર સિવાય 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી, સવારે 10:00 AM થી 6:00 PM (છેલ્લી એન્ટ્રી - 05:15 PM) સુધી જાહેર જનતા માટે ખુલ્લી છે.

પ્રવેશ મફત છે. મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/) પર તેમનો સ્લોટ ઓનલાઈન બુક કરી શકે છે. વોક-ઇન વિઝિટર્સ ગેટ નંબર 35 ની બહાર મૂકવામાં આવેલા સેલ્ફ સર્વિસ કિઓસ્ક દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે.

આજ સુધીમાં, અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશન, 2024 દરમિયાન 1.5 લાખથી વધુ મુલાકાતીઓએ અમૃત ઉદ્યાનની મુલાકાત લીધી છે. પ્રવાસ દરમિયાન, મુલાકાતીઓને પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે સીડ પેપર આપવામાં આવે છે.

AP/GP/JD




(Release ID: 2051939) Visitor Counter : 73