પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે બેઠક

Posted On: 04 SEP 2024 12:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બંદર સેરી બેગવાનમાં ઈસ્તાના નુરુલ ઈમાન પહોંચ્યા, જ્યાં બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

પ્રધાનમંત્રીએ તેમના ઉમદા આમંત્રણ બદલ મહામહિમનો આભાર માનતા જણાવ્યું હતું કે ભારતીય સરકારના વડા દ્વારા બ્રુનેઈની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાની ભારતની ઊંડી ઈચ્છાને દર્શાવે છે. તેમણે તે વાત પર ભાર આપ્યો હતો કે તેમની યાત્રા ભારતની પોતાની ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને છે, જે હવે તેના 10મા વર્ષમાં છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને ઉન્નત ભાગીદારી સુધી આગળ વધારવાનું સ્વાગત કર્યું. નેતાઓએ સંરક્ષણ, વેપાર અને રોકાણ, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ તેમજ લોકો-થી-લોકોના આદાનપ્રદાન સહિતના વિવિધ વિષયોને આવરી લેતા દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. તેઓ ICT, ફિનટેક, સાયબર સુરક્ષા, નવી અને ઉભરતી તકનીકો અને પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ શોધવા અને તેને આગળ ધપાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી અને મહામહિમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરી અને અને રાજ્યોને તેનો ત્યાગ કરવા હાકલ કરી. બંને નેતાઓએ આસિયાન-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પરસ્પર લાભદાયી ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મહામહેનતે આસિયાન સેન્ટર ફોર ક્લાઈમેટ ચેન્જની યજમાનીમાં બ્રુનેઈ દારુસલામના પ્રયાસો માટે ભારતના સમર્થનની પણ પ્રશંસા કરી હતી.

બંને નેતાઓએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને બ્રુનેઈના પરિવહન અને માહિતી સંચાર મંત્રી મહામહિમ શમહારી પેંગીરન દાતો મુસ્તફા દ્વારા સેટેલાઇટ અને લૉન્ચ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમૅન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર પરના એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં અને તેનું આદાન-પ્રદાન કર્યું. તેઓએ બંદર સેરી બેગાવાન અને ચેન્નાઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ કનેક્શનની આગામી શરૂઆતનું સ્વાગત કર્યું. વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદન અપનાવવામાં આવ્યું હતું.

મહામહિમે પ્રધાનમંત્રીના સન્માનમાં સત્તાવાર લંચનું આયોજન કર્યું.

આજે બંને નેતાઓ વચ્ચેની ચર્ચા ભારત-બ્રુનેઈ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ મહામહિમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીની આ ઐતિહાસિક મુલાકાતથી ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક માટે તેમના વિઝનને વધુ વેગ આપશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2051657) Visitor Counter : 41