પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી પેટોંગટાર્ન શિનવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
18 AUG 2024 11:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુશ્રી પેટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“થાઇલેન્ડના પ્રધાનમંત્રી તરીકેની તમારી પસંદગી પર @ingshiનને અભિનંદન. ખૂબ જ સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ. ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છું, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના જોડાણના મજબૂત પાયા પર આધારિત છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2046397)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam