નાણા મંત્રાલય

રાજ્યોને તેમની વ્યાપાર સુધારણા કાર્ય યોજનાઓ અને ડિજિટલીકરણના અમલીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે: કેન્દ્રીય બજેટ 2024-25


નાદારી અને નાદારી કોડ હેઠળના પરિણામોને સુધારવા માટે સંકલિત તકનીકી પ્લેટફોર્મની સ્થાપના

IBC દ્વારા 1,000થી વધુ કંપનીઓનો ઉકેલ, જેના પરિણામે લેણદારોને 3.3 લાખ કરોડથી વધુની સીધી વસૂલાત થઈ: શ્રીમતી નિર્મલા સીતારમણ

એલએલપીના સ્વૈચ્છિક બંધ કરવા અને બંધ થવાના સમયને વધુ ઘટાડવા માટે એક્સિલરેટેડ કોર્પોરેટ એક્ઝિટની પ્રક્રિયા માટે કેન્દ્રની સેવાઓ વિસ્તૃત કરવામાં આવશે

ઋણ વસૂલાત ટ્રિબ્યુનલ્સને મજબૂત બનાવવું અને દેવાની વસૂલાતને ઝડપી બનાવવા માટે વધારાના ટ્રિબ્યુનલ્સની સ્થાપના

Posted On: 23 JUL 2024 12:56PM by PIB Ahmedabad

'વિકસિત ભારત'નાં લક્ષ્યાંક માટે વિસ્તૃત રોડમેપનાં ભાગરૂપે અને તમામ માટે પર્યાપ્ત તકોનું સર્જન કરવા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય અંદાજપત્ર 2024-25માં 'વેપાર-વાણિજ્યમાં સરળતા' સુનિશ્ચિત કરવા અને નાદારી અને નાદારીની ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને 9 પ્રાથમિકતાઓ પર સતત પ્રયાસોની કલ્પના કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WHSY.jpg

 

વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા

કેન્દ્રીય  નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, "'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને વધારવા માટે અમે જન વિશ્વાસ બિલ 2.0 પર પહેલેથી જ કામ કરી રહ્યા છીએ." જ્યારે રાજ્યોને તેમની બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન્સ અને ડિજિટલાઇઝેશનના અમલીકરણ માટે પ્રોત્સાહિત કરવાની દરખાસ્ત રજૂ કરી  હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ADR3.jpg

આઇબીસી ઇકો-સિસ્ટમને મજબૂત બનાવવી

નાણાં મંત્રીએ એવી પણ દરખાસ્ત મૂકી હતી કે  , ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી) હેઠળ પરિણામોમાં સુધારો કરવા માટે ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી પ્લેટફોર્મ સ્થાપિત કરવામાં આવશે, જેથી તમામ હિતધારકો માટે સાતત્યતા, પારદર્શકતા, સમયસર પ્રક્રિયા અને શ્રેષ્ઠ નિરીક્ષણ સુનિશ્ચિત થશે.

શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આઇબીસીએ 1,000થી વધારે કંપનીઓનું સમાધાન કર્યું છે, જેના પરિણામે લેણદારોને રૂ. 3.3 લાખ કરોડની સીધી વસૂલાત થઈ છે. આ ઉપરાંત 10 લાખ કરોડથી વધુના 28,000 કેસોનો નિકાલ દાખલ થયા પહેલા જ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં દરખાસ્ત કરી હતી કે આઇબીસીમાં યોગ્ય ફેરફારો, ટ્રિબ્યુનલ અને એપેલેટ ટ્રિબ્યુનલ્સને મજબૂત બનાવવા અને ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ વધારાની ટ્રિબ્યુનલ્સની સ્થાપનાની દરખાસ્ત પણ રજૂ કરી  હતી, જેમાંથી કેટલાકને ફક્ત  કંપની કાયદા હેઠળ કેસોનો નિર્ણય લેવા માટે સૂચિત કરવામાં આવશે.

એલએલપીને સ્વૈચ્છિક રીતે બંધ કરવું

  • ફોર પ્રોસેસિંગ એક્સિલરેટ કોર્પોરેટ એક્ઝિટ (સી-પેસ)ની સેવાઓને પણ મર્યાદિત જવાબદારી ભાગીદારી (એલએલપી)ને સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે વિસ્તૃત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેથી બંધ થવાનો સમય ઘટી જશે.

ડેટ રિકવરીને મજબૂત કરવી

એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે દેવાની પુન:પ્રાપ્તિ ટ્રિબ્યુનલ્સમાં સુધારણા અને મજબૂતીકરણ માટેના પગલાં લેવામાં આવે અને પુન:પ્રાપ્તિને વેગ આપવા માટે વધારાના ટ્રિબ્યુનલ્સની સ્થાપના કરવામાં આવે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OKRX.jpg

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035850) Visitor Counter : 53