નાણા મંત્રાલય
કેન્દ્રીય નાણામંત્રીએ આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે ‘પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન’ની જાહેરાત કરી
આ યોજના આદિવાસી-બહુમતી ગામો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજને અપનાવશે
5 કરોડ આદિવાસી લોકોને લાભ આપવાના લક્ષ્ય સાથે 63,000 ગામોને આવરી લેવાશે
Posted On:
23 JUL 2024 12:48PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે સરકાર પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરશે.

કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું કે આ અભિયાન આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. તેમણે કહ્યું કે સર્વસમાવેશક માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય માટે એકંદરે 'સંતૃપ્તિ અભિગમ' અપનાવવાની દરખાસ્ત છે. તેમણે વધુમાં કહ્યું કે આ યોજના આદિવાસી બહુમતી ધરાવતા ગામો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ અપનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન 63,000 ગામોને આવરી લેવાની પરિકલ્પના ધરાવે છે અને તેનું લક્ષ્ય સમગ્ર દેશમાં 5 કરોડ આદિવાસી લોકોને લાભ આપવાનું છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2035830)
Visitor Counter : 135
Read this release in:
Assamese
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam