નાણા મંત્રાલય
કૌશલ્યવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજનાની પ્રધાનમંત્રી પેકેજ હેઠળ ચોથી યોજના તરીકે જાહેરાત
5 વર્ષના ગાળામાં 20 લાખ યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે
1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે
મોડલ સ્કિલ લોન યોજનાને સુધારવામાં આવશે, જેથી રૂ. 7.5 લાખ સુધીની લોનને સરળ બનાવી શકાય; આ કદમથી દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ મળશે તેવી અપેક્ષા
Posted On:
23 JUL 2024 1:06PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે રાજ્ય સરકારો અને ઉદ્યોગોના સહયોગમાં કૌશલ્યવર્ધન માટે પ્રધાનમંત્રી પેકેજ હેઠળ ચોથી યોજના સ્વરૂપે કેન્દ્ર સરકાર પ્રાયોજિત નવી યોજનાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, 5 વર્ષના ગાળામાં 20 લાખ યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે અને 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવશે અને પરિણામલક્ષી અભિગમ સાથેની વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવશે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે કોર્સ કન્ટેન્ટ અને ડિઝાઇન ઉદ્યોગની કૌશલ્ય જરૂરિયાતો સાથે સુસંગત હશે અને ઉભરતી જરૂરિયાતો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.
સ્કિલિંગ લોનના સંબંધમાં નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, મોડલ સ્કિલ લોન સ્કીમમાં સુધારો કરીને સરકારી પ્રમોટેડ ફંડમાંથી ગેરંટી સાથે 7.5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ પગલાથી દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ મળશે તેવી અપેક્ષા છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2035675)
Visitor Counter : 95
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam