પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી તરફથી અભિનંદનનો ફોન આવ્યો
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી
પ્રધાનમંત્રી ફ્રિડેને યુક્રેનમાં સંઘર્ષનો વહેલાસર અંત લાવવામાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી
પ્રધાનમંત્રીએ મહામહિમ ગ્રાન્ડ ડ્યુક હેનરી અને પ્રધાનમંત્રી ફ્રીડેનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
प्रविष्टि तिथि:
22 JUL 2024 10:04PM by PIB Ahmedabad
લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લ્યુક ફ્રીડેને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને સતત ત્રીજી ટર્મ માટે પુનઃ ચૂંટણી લડવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ફ્રીડેનનો તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો અને બંને દેશો વચ્ચે બહુપક્ષીય સહકારમાં જોમ અને ગતિ વધારવાની આશા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ વેપાર, રોકાણ, સ્થાયી ધિરાણ, ઔદ્યોગિક ઉત્પાદન, સ્વાસ્થ્ય, અંતરિક્ષ અને લોકો વચ્ચેનાં જોડાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધારે મજબૂત કરવાની દિશામાં કામ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ યુક્રેનમાં સંઘર્ષ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી ફ્રીડેને સંઘર્ષનો અંત લાવવામાં તથા શાંતિ અને સ્થિરતાની વહેલાસર પુનઃસ્થાપનામાં સાથસહકાર આપવા ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ મહામહિમ ધ ગ્રાન્ડ ડ્યુક હેનરી અને પ્રધાનમંત્રી ફ્રીડેનને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2035497)
आगंतुक पटल : 104
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam