નાણા મંત્રાલય

સામાજિક સેવાઓ પરનો ખર્ચ 2017-18માં GDPના 6.7%થી વધીને 2023-24માં GDPના 7.8% થયો


અંદાજિત 13.5 કરોડ ભારતીયો 2015-16 અને 2019-21 ની વચ્ચે બહુપરીમાણીય ગરીબીમાંથી બહાર નીકળ્યા

Posted On: 22 JUL 2024 2:50PM by PIB Ahmedabad

તાજેતરના વર્ષોમાં ભારતની સામાજિક અને સંસ્થાકીય પ્રગતિ કલ્યાણ માટે સશક્ત અભિગમ મારફતે પ્રાપ્ત થઈ છે કારણ કે નવો અભિગમ સરકારી કાર્યક્રમોના અમલીકરણ અને ખર્ચ અસરકારકતામાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અભિગમમાં અટલ પેન્શન યોજના (એપીવાય) જેવી યોજનાઓ મારફતે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છેવાડાનાં ગાળાની સેવા પ્રદાન કરવા માટે સુધારાઅને વાજબી સામાજિક સુરક્ષા યોજનાઓનાં લક્ષિત અમલીકરણનો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણ 2023-24 દ્વારા આ વાત કહેવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DEDR.jpg

બહુપરિમાણીય ગરીબીમાં ઘટાડો

સામાજિક સેવાઓ પરનો ખર્ચ 2017-18માં જીડીપીના 6.7 ટકાથી વધીને 2023-24માં જીડીપીના 7.8 ટકા થયો છે. કાર્યક્રમોના વધુ સારા અમલીકરણની સાથે આર્થિક ભાર વધવાને કારણે બહુપરિમાણીય ગરીબીમાં તીવ્ર ઘટાડો થયો છે, જેમાં (રાષ્ટ્રીય) બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (એમપીઆઈ) વર્ષ 2015-16માં 0.117થી લગભગ અડધો થઈને 2019-21માં 0.066 થયો છે. તેના પરિણામે 2015-16થી 2019-21 વચ્ચે 13.5 કરોડ ભારતીયો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો અંદાજ છે, એમ આર્થિક સર્વેક્ષણ 2023-24માં નોંધવામાં આવ્યું હતું.

આ વલણ ગ્રામીણ ભારત દ્વારા સંચાલિત છે, જેમાં બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સૌથી નોંધપાત્ર સુધારો જોવા મળે છે. ઉત્તરપ્રદેશમાં ગરીબ લોકોની સંખ્યામાં સૌથી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેમાં 2015-16 અને 2019-21 વચ્ચે 3.43 કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે.

અસમાનતામાં ઘટાડો અને ગ્રામીણ-શહેરી વિભાજનમાં ઘટાડો

આર્થિક સર્વેક્ષણ એ પણ નિર્દેશ કરે છે કે સામાજિક ક્ષેત્રે વિવિધ પહેલના પરિણામોએ અસમાનતામાં ઘટાડો કર્યો છે. છેલ્લા એક દાયકામાં ગ્રામીણ ક્ષેત્ર માટે ગિની ગુણાંક 0.283થી ઘટીને 0.266 અને શહેરી ક્ષેત્ર માટે 0.363 થી 0.314 થયો છે.

તેવી જ રીતે, ગ્રામીણ-શહેરી વિભાજનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, કારણ કે ગ્રામીણ અને શહેરી માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (એમપીસીઇ) વચ્ચેનો તફાવત 2011-12માં 83.9 ટકાથી ઘટીને 2022-23માં 71.2 ટકા થયો હતો.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2035111) Visitor Counter : 17