પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જી-7 સમિટની સાથે-સાથે યુકેના પ્રધાનમંત્રી સાથે બેઠક કરી
प्रविष्टि तिथि:
14 JUN 2024 5:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીનાં અપુલિયામાં જી-7 શિખર સંમેલનની સાથે સાથે બ્રિટનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી સુનકે પ્રધાનમંત્રીને સતત ત્રીજી વાર ઐતિહાસિક કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા બંને દેશોની સહિયારી કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
બંને નેતાઓએ રોડમેપ 2030નાં અમલીકરણ પર ચર્ચા કરી હતી અને વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં તમામ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી હતી, જેમાં નિયમિત ઉચ્ચ સ્તરીય રાજકીય ચર્ચાવિચારણા, સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને આર્થિક સહયોગ, મહત્ત્વપૂર્ણ અને ઉચ્ચ ટેકનોલોજીનાં ક્ષેત્રો તથા લોકો વચ્ચેનાં સંબંધો સામેલ છે. તેમણે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની વાટાઘાટોમાં થયેલી પ્રગતિ પર સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ પારસ્પરિક હિતની પ્રાદેશિક અને બહુપક્ષીય બાબતો પર પણ ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના લોકોને આગામી મહિને યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે તૈયારી કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2025315)
आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu