સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

ડો. વિરેન્દ્ર કુમારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો


શ્રી રામદાસ આઠવલેએ સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

प्रविष्टि तिथि: 11 JUN 2024 4:19PM by PIB Ahmedabad

ડો.વિરેન્દ્ર કુમારે આજે અહીં કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો હતો. ડૉ. કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ જવાબદારી સોંપવા બદલ તેમનો આભાર માન્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00162GL.jpg

 

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલે અને શ્રી બી.એલ.વર્મા સહિત મંત્રાલયના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A3EG.jpg

ત્યારબાદ ડૉ. કુમારે રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલે અને શ્રી બી. એલ. વર્મા સાથે મળીને મંત્રાલયની અત્યાર સુધીની સિદ્ધિઓ અને વિકસિત ભારતના સંકલ્પના સંબંધમાં ભવિષ્ય માટેના રોડમેપની ચર્ચા કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00364Q0.jpg

શ્રી રામદાસ આઠવલેએ પણ આજે અહીં સામાજિક ન્યાય અને સશક્તીકરણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં શ્રી આઠવલેએ જણાવ્યું હતું કે તેઓ સામાજિક ન્યાય અને સશક્તીકરણના મિશન તરફ કામ કરતા રહેશે.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2024422) आगंतुक पटल : 144
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Tamil , Telugu , Kannada , Malayalam