પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ભારતનાં પ્રધાનમંત્રીનો હોદ્દો સંભાળ્યા પછી વિશ્વનાં નેતાઓ તરફથી સતત અભિનંદનનાં સંદેશાઓ


અભિનંદન સંદેશાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર

Posted On: 11 JUN 2024 5:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી વિશ્વના નેતાઓને અભિનંદન પાઠવતા સંદેશાઓ બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વિશ્વનાં નેતાઓ દ્વારા કરવામાં આવેલા ટેલિફોન કોલ્સ અને સંદેશાઓનો જવાબ આપ્યો હતો.

પ્રજાસત્તાક ક્યુબાના રાષ્ટ્રપતિ શ્રી મિગુએલ ડીઆઝ-કેનેલ બર્માડેઝના એક પદ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે;

"રાષ્ટ્રપતિ ડિયાઝ-કેનેલની હાર્દિક શુભેચ્છાઓ માટે આભારી છું. અમે ક્યુબા સાથે અમારા દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, જેનાં મૂળ વર્ષો જૂનાં લોકો વચ્ચેનાં સંપર્ક પર આધારિત છે."

પેરાગ્વેના પ્રમુખ શ્રી સેન્ટિયાગો પેનાની એક પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે;

"રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના, તમારી શુભેચ્છાઓનો આભારી છું. આપણે આપણાં લોકોના હિત માટે ભારત-પેરાગ્વેના સંબંધોને આગળ વધારવાનું ચાલુ રાખીશું."

પનામાના રાષ્ટ્રપતિ શ્રી લૌરેન્ટિનો કૉર્ટિઝોની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે;

"ધન્યવાદ રાષ્ટ્રપતિ નીટો કૉર્ટિઝો. પનામા એક મુખ્ય ભાગીદાર છે. અમે તમામ પાસાઓમાં આપણી પારસ્પરિક લાભદાયક ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીશું."

બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ શ્રી રુમેન રાદેવની એક પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે;

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "રાષ્ટ્રપતિ રુમેન રાદેવનો આભાર. અમે ભારત અને બલ્ગેરિયા વચ્ચે ભાગીદારીને ગાઢ બનાવવા સંયુક્તપણે કામ કરવાનું યથાવત રાખીશું."

ઓમાનની સલ્તનતના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે ફોન પર થયેલી વાતચીત પર પોતાની ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે;

"ઓમાનની સલ્તનતના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકનો તેમના ફોન બદલ આભાર માનું છું અને તેમના ઉષ્માસભર અભિવાદન અને મૈત્રીપૂર્ણ શબ્દોની હ્દયપૂર્વક પ્રશંસા કરું છું. સદીઓ જુનાં ભારત-ઓમાનના વ્યૂહાત્મક સંબંધો નવી ઊંચાઈઓ સર કરવાનું નસીબમાં છે."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2024346) Visitor Counter : 43