પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીને ઓમાનના સુલતાન તરફથી અભિનંદનનો ફોન આવ્યો


મહામહિમે ભારતના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ તેમની શુભેચ્છાઓ બદલ તેમનો આભાર માન્યો અને ડિસેમ્બર 2023માં મહામહિમની ભારતની ઐતિહાસિક મુલાકાત પર પ્રકાશ પાડ્યો

બંને નેતાઓએ ભારત-ઓમાન સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી

પ્રધાનમંત્રીએ મહામહિમ અને ઓમાનના લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 11 JUN 2024 1:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકનો ફોન આવ્યો.

સુલતાન હૈથમ બિન તારિકે તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે તેમની પુનઃનિયુક્તિ બદલ પ્રધાનમંત્રીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.

મહામહિમે ઓમાન અને ભારત વચ્ચેના સદીઓ જૂના મિત્રતાના સંબંધો પર ભાર મૂક્યો હતો અને ભારતના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ઉષ્માભરી શુભેચ્છાઓ માટે મહામહિમનો આભાર માન્યો હતો અને ડિસેમ્બર 2023માં ભારતની તેમની ઐતિહાસિક મુલાકાત પર પ્રકાશ પાડ્યો હતો જેના કારણે તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધુ ગાઢ બન્યો હતો.

બંને નેતાઓએ બંને દેશોના પરસ્પર લાભ માટે ભારત-ઓમાન ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

પ્રધાનમંત્રીએ આગામી ઈદ અલ અધાના તહેવાર પર મહામહિમ અને ઓમાનના લોકોને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2023991) મુલાકાતી સંખ્યા : 159