વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો


"MoPSW દરિયાઈ અમૃત કાલ વિઝન 2047માં દર્શાવ્યા મુજબ સંપૂર્ણ વિકાસ માટે દરિયાઈ ક્ષેત્રને સશક્ત બનાવવાની દિશામાં તેનું કાર્ય ચાલુ રાખશે" : સર્બાનંદ સોનોવાલ

"લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેઓ વિકસીત ભારત તરફ ‘રાષ્ટ્ર પ્રથમ'ના વિચાર સાથે અમને માર્ગદર્શન આપતા રહેશે": સર્બાનંદ સોનોવાલ

Posted On: 11 JUN 2024 6:30AM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે 10 જૂનના રોજ નવી દિલ્હીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. પદાધિકારીઓ તેમજ કર્મચારીઓને સંબોધતા મંત્રીશ્રીએ આ દેશની જનતાની સેવા કરવાના વિઝન સાથે લક્ષ્યાંકો અને ઉદ્દેશો પાર પાડવા માટે ટીમ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી સોનોવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકસિત ભારત બનવા માટે આ દેશની સેવા કરવાની પ્રતિબદ્ધતા પૂર્ણ હોવી જોઈએ તથા તેમણે તેમની ટીમને આ દિશામાં તેમનાં સારાં કાર્યોને જાળવી રાખવા અપીલ કરી હતી.

આ પ્રસંગે શ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ગતિશીલ નેતૃત્વ હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય આર્થિક પાવરહાઉસ બનવાના અમારા પ્રયાસમાં દરિયાઈ ક્ષેત્રને સશક્ત બનાવવા અને તેના સંપૂર્ણ વિકાસ માટે કેટલાક ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે. જ્યારે આપણે વિકસિત ભારતના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણે રાષ્ટ્ર પ્રથમના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્ર નિર્માણના હેતુ માટે પોતાને પ્રતિબદ્ધ કરવાનું ચાલુ રાખીશું. અમારું મંત્રાલય અમૃત કાલ વિઝન, 2047માં દર્શાવ્યા મુજબ સમગ્રતયા વિકાસ માટે દરિયાઈ ક્ષેત્રને સશક્ત બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે."

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2023910) Visitor Counter : 74