પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઇઝરાયેલના પીએમએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીએ ભારત-ઈઝરાયેલ સંબંધોને મજબૂત બનાવવામાં PM નેતન્યાહૂના યોગદાનની નોંધ લીધી
બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
06 JUN 2024 9:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે તેમની પુનઃચૂંટણી પર ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ તરફથી અભિનંદનનો ફોન આવ્યો.
ભારતના લોકો માટે તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ અને ઊંડી લાગણી બદલ તેમનો આભાર માનતા, પ્રધાનમંત્રીએ વર્ષોથી ભારત-ઈઝરાયેલ સંબંધોને મજબૂત કરવા માટે તેમના યોગદાનની નોંધ લીધી.
બંને નેતાઓએ તમામ ક્ષેત્રોમાં ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેઓ સંપર્કમાં રહેવા સંમત થયા.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2023331)
आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam