પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા


નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર સહમતિ વ્યક્ત કરી

પ્રધાનમંત્રીએ રશિયાની ચાલી રહેલી BRICS અધ્યક્ષતા માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 05 JUN 2024 10:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાત કરી.

રાષ્ટ્રપતિ પુતિને સામાન્ય ચૂંટણીમાં મળેલી સફળતા બદલ પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી.

બંને નેતાઓ તમામ ક્ષેત્રોમાં ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું યથાવત રાખવા પર સંમત થયા હતા.

પ્રધાનમંત્રીએ 2024 દરમિયાન બ્રિક્સની રશિયાની અધ્યક્ષતા માટે રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છાઓ પાઠવી હતી.

બંને નેતાઓએ સંપર્કમાં રહેવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2023008)