ચૂંટણી આયોગ

આવતીકાલે ફેઝ-3ના મતદાન માટે તડામાર તૈયારીઓ


ફેલાવો: 93 લોકસભા બેઠકો, 17.24 કરોડ મતદારો, 1.85 લાખ મતદાન મથકો, 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો

મતદારોને બહાર આવીને મતદાન કરવા પ્રેરિત થાય તે માટે એસએમએસ એલર્ટ અને વોટ્સએપ મેસેજ

રાજ્ય/પીસી/એસી વાર આંકડા ઉપરાંત તબક્કાવાર મતદાન દર્શાવવા માટે વોટર ટર્નઆઉટ એપમાં નવી સુવિધા ઉમેરવામાં આવી

હવામાનની સ્થિતિ સામાન્ય રહેવાની આગાહી; દરેક પીએસ પર પાણી, ઓઆરએસ, શામિયાણા જેવી હીટ મિટિગેશન વ્યવસ્થા કરવામાં આવી

23 દેશોના 75 પ્રતિનિધિઓ મતદાન પ્રક્રિયા નિહાળશે

Posted On: 06 MAY 2024 8:45PM by PIB Ahmedabad

આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ભારતીય ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. હવામાનની સ્થિતિ સામાન્ય રેન્જમાં રહેવાની આગાહી કરવામાં આવી છે. જો કે, મતદારોની સુવિધા માટે તમામ મતદાન મથકો પર પાણી, શામિયાણા, ગરમ વાતાવરણને પહોંચી વળવા પંખા જેવી સુવિધાઓ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાયપુર ખાતે કટોકટીની તબીબી ફરજો માટે ફિક્સ્ડ વિંગ એર એમ્બ્યુલન્સ અને પવન હંસ હેલિકોપ્ટર
 

પંચે મતદારોને મોટી સંખ્યામાં મતદાન મથકો પર આવવા અને જવાબદારી તેમજગૌરવ સાથે મતદાન કરવાનું આહ્વાન કર્યું છે. ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્વે ઇસીઆઈએ રાષ્ટ્રીય અને રાજ્ય આઈકોનવાળા સંદેશાઓ અને વોઇસ કોલની સુવિધા માટે ચાર મુખ્ય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ – ભારત સંચાર નિગમ લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, જિયો ટેલિકમ્યુનિકેશન અને વોડાફોન-આઇડિયા લિમિટેડ સાથે ભાગીદારી કરી છે કે જેથી મતદાનના દિવસે મતદાતાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરી શકાય. કમિશન તમામ સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્નને આઉટરીચ પ્રોગ્રામમાં સક્રિયપણે ભાગ લેવા અને ઇસીઆઈના એમ્બેસેડરને વધુ પ્રભાવક બનવા પણ અપીલ કરે છે.

ઇસીઆઈના કાર્યમાં જાહેરાતો અને પારદર્શિતા એ પ્રમાણભૂત પદ્ધતિઓ છે. વૈધાનિક જરૂરિયાતો અનુસાર દરેક મતદાન મથક પર ફોર્મ 17સીમાં સંપૂર્ણ સંખ્યામાં મતદાન નોંધાવવાનું રહેશે. પારદર્શિતાના મજબૂત પગલા તરીકે, પ્રિસાઇડિંગ ઓફિસર અને તમામ હાજર પોલિંગ એજન્ટો દ્વારા યોગ્ય રીતે સહી કરવામાં આવેલા ફોર્મ 17 સીની નકલો તમામ ઉપસ્થિત પોલિંગ એજન્ટો સાથે શેર કરવામાં આવી છે. આમ, ઉમેદવારો પાસે મતદાનની વાસ્તવિક સંખ્યાના બૂથ વાઇઝ ડેટા ઉપલબ્ધ થાય છે, જે એક વૈધાનિક આવશ્યકતા છે.

AMF સાથે તૈયાર કરાયેલ મતદાન મથક
 

અન્ય હિતધારકો અને મીડિયા માટે ડિસ્ક્લોઝર પહેલ સ્વરૂપે રાજ્ય/પીસી/એસી મુજબ કામચલાઉ મતદાનના આંકડા ઇસીઆઈ વોટર ટર્નઆઉટ એપ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે નીચેની લિંક પર ઉપલબ્ધ છેઃ  
 

https://play.google.com/store/apps/details?id=in.gov.eci.pollturnout&hl=en_IN

https://apps.apple.com/in/app/voter-turnout-app/id1536366882

એ નોંધવું જરૂરી છે કે, દરેક પીસીની અંદર રાજ્યવાર/પીસી વાઇઝ/એસી ઘટક, અંદાજે મતદાન ડેટા વોટર ટર્નઆઉટ એપ્લિકેશન લાઇવ પર ઉપલબ્ધ છે. તે મતદાનના દિવસે બે કલાકના ધોરણે સાંજે 7 વાગ્યા સુધી અપડેટ કરવામાં આવે છે. મતદાન પૂરું થયા પછી, જે મતદાનના નિર્ધારિત સમયથી પહેલા જ કતારમાં આવી ગયેલા મતદાતાઓને સત્રમ બનાવવા માટે નિર્ધારિત મતદાન કલાકોથી આગળ પણ વધે છે, મતદાન પક્ષો સ્ટ્રોંગ રૂમમાં મશીન અને વૈધાનિક કાગળો જમા કરવા પાછા ફરે છે. સાંજે 7 વાગ્યા પછી બે કલાકની મર્યાદા દૂર કરવામાં આવે છે અને મતદાન પક્ષોના આગમન પર ડેટા સતત અપડેટ કરવામાં આવે છે.

મતદાન મથક ખાતે તૈયારી, ગોવા અને ICU બેડની સુવિધા, સિહોર એમ.પી
 

પંચે વોટર ટર્નઆઉટ એપમાં એક નવી સુવિધા ઉમેરી છે, જે રાજ્ય/પીસી/એસી વાઇઝ આંકડાઓ ઉપરાંત તબક્કાવાર મતદાન પણ દર્શાવે છે. આ મીડિયા અને અન્ય હિતધારકોની વધુ સારી સુવિધા માટે છે જેમને આ કસ્ટમાઇઝ્ડ માહિતીની જરૂર પડી શકે છે.

11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ-રાજૌરી સંસદીય ક્ષેત્ર માટે છઠ્ઠા તબક્કામાં મતદાન છઠ્ઠા તબક્કામમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૂરત સંસદીય ક્ષેત્રમાં પણ કોઈ મતદાન નહીં થાય, કારણ કે ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બૈતૂલ સંસદીય ક્ષેત્રમાં પણ આ તબક્કામાં મતદાન થશે કારણ કે બસપાના ઉમેદવારના નિધનને કારણે સંસદીય ક્ષેત્ર માટે મતદાનની તારીખ ફેઝ -2થી ફરીથી નક્કી કરવામાં આવી હતી.

બાકીના 4 તબક્કાની ચૂંટણી 1 જૂન સુધી ચાલશે અને મતગણતરી 4 જૂને થવાની છે. સામાન્ય ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં 189 બેઠકો માટે મતદાન સરળ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. ત્રીજા તબક્કામાં ભારતની મતદાન પ્રક્રિયા અને વ્યવસ્થાપનનો અનુભવ કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓની મુલાકાત લેશે. આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમના ભાગરૂપે 23 દેશોના 75 પ્રતિનિધિઓ છ રાજ્યોના મતદાન મથકોની મુલાકાત લેશે.

આલિયા બેટ, ગુજરાત અને સુપૌલ, બિહાર
 

મતદાન પક્ષોને પોતપોતાના મતદાન મથકો પર ઇવીએમ અને મતદાન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા છે. આસામમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે સશસ્ત્ર સીમા દળના જવાનોને દક્ષિણ સલમારા મનકાચર પીસીના મતદાન મથકો પર હોડીઓ પર ગોઠવવામાં આવ્યા છે. બિહારમાં મતદાન કર્મચારીઓએ કોસી નદીમાં હોડીઓ પર સવાર થઈને સુપૌલના મતદાન મથકો સુધી પહોંચ્યા હતા.

ત્રીજા તબક્કાની હકીકતો
1. સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે 7 મે, 2024ના રોજ 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 93 સંસદીય મતવિસ્તારો (સામાન્ય- 72; એસટી- 11; SC-10) માટે  મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થાય છે. (મતદાનનો સમય બંધ કરવાથી પીસી મુજબ અલગ હોઈ શકે છે)  
2. લગભગ 18.5 લાખ મતદાન અધિકારીઓ 1.85 લાખ મતદાન મથકો ઉપર 17.24 કરોડથી વધુ મતદારોનું સ્વાગત કરશે.  
3. 17.24 કરોડથી વધુ મતદારોમાં 8.85 કરોડ પુરુષ સામેલ છે; 8.39 કરોડ મહિલા છે.
4. ત્રીજા તબક્કા માટે 85થી વધુ વર્ષના વૃદ્ધ 14.04 લાખથી વધુ100 વર્ષથી વધુ વયના 39,599 મતદારો અને 15.66 લાખ પીડબલ્યુડી મતદારો રજિસ્ટર છે, જેમને પોતાના ઘરોથી આરામથી મત આપવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. વૈકલ્પિક હોમ વોટિંગ સુવિધાને પહેલાથી જ જબરદસ્ત પ્રશંસા અને પ્રતિસાદ મળી રહ્યો છે.
5. 264 નિરીક્ષકો (101 સામાન્ય નિરીક્ષકો, 54 પોલીસ નિરીક્ષકો, 109 ખર્ચ નિરીક્ષકો) મતદાનના થોડાં દિવસ પહેલા જ પોતાના મત વિસ્તારોમાં પહોંચી ગયા છે. તેઓ ખૂબ જ તકેદારી રાખવા માટે પંચની આંખો અને કાન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં વિશેષ નિરીક્ષકો મૂકવામાં આવ્યા છે.
6. કુલ 4303 ફ્લાઇંગ સ્ક્વોડ, 5534 સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ, 1987 વીડિયો સર્વેલન્સ ટીમ અને 949 વીડિયો પર નજર રાખતી ટીમ મતદારોના કોઈપણ પ્રકારના પ્રલોભન સાથે કડક અને ઝડપથી વ્યવહાર કરવા માટે ચોવીસ કલાક દેખરેખ રાખી રહી છે.
7. કુલ 1041 આંતર-રાજ્ય અને 275 આંતરરાષ્ટ્રીય સરહદ તપાસ ચોકીઓ દારૂ, ડ્રગ્સ, રોકડ અને મફતના કોઈપણ ગેરકાયદેસર પ્રવાહ પર કડક નજર રાખી રહ્યા છે. સમુદ્ર અને હવાઈ માર્ગો પર કડક દેખરેખ રાખવામાં આવી છે.
8. પાણી, શેડ, શૌચાલય, રેમ્પ, સ્વયંસેવકો, વ્હીલચેર અને વીજળી જેવી લઘુતમ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વૃદ્ધો અને વિકલાંગો સહિત દરેક મતદાતા સરળતાથી મતદાન કરી શકે. ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના પગલાં પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
9. મતદાર માહિતી સ્લિપ તમામ નોંધાયેલા મતદારોને વહેંચવામાં આવી છે. આ સ્લિપ્સ સુવિધાના પગલા તરીકે અને કમિશન તરફથી આવવા અને મત આપવા માટેના આમંત્રણ તરીકે પણ સેવા આપે છે.
 
10.મતદારો આ લિંક https://electoralsearch.eci.gov.in/ દ્વારા તેમના મતદાન મથકની વિગતો અને મતદાનની તારીખ ચકાસી શકે છે.

11.પંચે મતદાન મથકો પર ઓળખની ચકાસણી માટે મતદાર ઓળખકાર્ડ (ઇપીઆઇસી) સિવાય અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજો પણ પૂરા પાડ્યા છે. મતદાર યાદીમાં મતદારની નોંધણી થાય તો આમાંથી કોઈ પણ દસ્તાવેજ બતાવીને મતદાન કરી શકાય છે. વૈકલ્પિક ઓળખ દસ્તાવેજો માટે ઇસીઆઈના આદેશ સાથે લિંક કરોઃ  

https://www.eci.gov.in/eci-backend/public/api/download?

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2019800) Visitor Counter : 149