પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇટાલીના મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રીએ ઇટાલીમાં G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો
નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી
તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું
प्रविष्टि तिथि:
25 APR 2024 9:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ મુક્તિ દિવસની 79મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મેલોની અને ઇટાલીના લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી.
જૂન 2024માં ઇટાલીના પુગ્લિયામાં યોજાનાર G7 સમિટ આઉટરીચ સેશનમાં આમંત્રણ આપવા બદલ તેમણે પીએમ મેલોનીનો આભાર માન્યો હતો. નેતાઓએ ઇટાલીની અધ્યક્ષતામાં G7 સમિટમાં ભારતની G20 અધ્યક્ષતાના મહત્વપૂર્ણ પરિણામોને આગળ લઈ જવાની, ખાસ કરીને ગ્લોબલ સાઉથને સમર્થન આપવાની વાત પર ચર્ચા કરી.
તેમણે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2018896)
आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam