કૃષિ મંત્રાલય

ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ધાનુકા એગ્રીટેક લિમિટેડ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા

Posted On: 20 MAR 2024 12:19PM by PIB Ahmedabad

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) અને ધાનુકા એગ્રીટેક લિમિટેડે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. ICARના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ વિસ્તરણ), ડૉ. યુ.એસ. ગૌતમ અને ધાનુકા એગ્રીટેક લિમિટેડના ચેરમેન ડૉ. આર.જી. અગ્રવાલે ગઈકાલે સંબંધિત સંસ્થાઓ વતી આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

ડો.ગૌતમે જણાવ્યું હતું કે આ કરારનો ઉદ્દેશ્ય બંને સંસ્થાઓની કાર્યક્ષમતાનો ઉપયોગ કરી નવી ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે દેશભરમાં 14.5 કરોડથી વધુ ખેડૂતો છે, જેમાંથી મોટાભાગના ખેડૂતો પાસે નાની જમીન છે. ધાનુકા એગ્રીટેક કેન્દ્રીય સંસ્થાઓ, ATARIs અને KVKs સાથે સાંકળીને આ નાના ખેડૂતોને કૃષિ ઉત્પાદન સંબંધિત તાલીમ આપશે.

ડૉ. ગૌતમે કહ્યું કે આજે આખી દુનિયા જળવાયુ પરિવર્તનના પડકારો સામનો કરી રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી, આવા સમયે બંને સંસ્થાઓને મળીને કૃષિ ઉત્પાદનની એક નવી પદ્ધતિ પર કામ કરવાની જરુરિયાત છે, જે મૈત્રીપૂર્ણ વાતાવરણ બને. તેમણે કહ્યું કે આ એમઓયુનો હેતુ બદલાતા વાતાવરણમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.

ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું કે ધાનુકા એગ્રીટેક ICAR-ATARI અને KVKs સાથે મળીને ખેડૂતોને સલાહકાર સેવા પૂરી પાડશે અને તાલીમ આપશે. આ પ્રસંગે ICARના મદદનીશ મહાનિર્દેશક, ડિરેક્ટર, વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને ICAR મુખ્યાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2015665) Visitor Counter : 63