ચૂંટણી આયોગ
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં મત ગણતરીમાં ફેરફાર
Posted On:
17 MAR 2024 4:28PM by PIB Ahmedabad
કમિશને તેની પ્રેસનોટ નંબર ECI/PN/23/2024 દ્વારા તારીખ 16મી માર્ચ, 2024 દ્વારા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની રાજ્ય વિધાનસભાઓ અને લોકસભા-2024ની સામાન્ય ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ જાહેર કરાઈ છે. ચૂંટણી પંચની પ્રેસ નોટ મુજબ અરુણાચલ અને સિક્કિમમાં મતદાનની તારીખ 19.04.2024 અને મતગણતરીની તારીખ 04.06.2024 છે.
2. ECIએ ભારતના બંધારણના અનુચ્છેદ 172(1) અને લોક પ્રતિનિધિત્વ અધિનિમ,1951ની કલમ 15 સાથે વાંચેલી કલમ 324 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરતા, ભારતના ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાઓની ચૂંટણી તેમના કાર્યકાળની સમાપ્તિ પહેલા કરાવવાના છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની બંને વિધાનસભાનો કાર્યકાળ 02.06.2024 ના રોજ સમાપ્ત થવાનો છે.
3. આ વાતને ધ્યાનમાં રાખીને, ફક્ત પ્રેસનોટમાં આયોગે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની રાજ્ય વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી માટેના સમયપત્રકના સંદર્ભમાં સુધારા કરવાનો નિર્ણય લીધો છે: -
ક્રમ સંખ્યા |
મતદાન કાર્યક્રમ
|
હાલનું શિડ્યૂલ
|
સુધારેલું સમયપત્રક
|
1
|
મતગણતરીની તારીખ
|
4 જૂન, 2024
(મંગળવાર)
|
2 જૂન, 2024
(રવિવાર)
|
2
|
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે
|
6 જૂન, 2024
(ગુરુવાર)
|
2 જૂન, 2024
(રવિવાર)
|
4. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના સંસદીય ચૂંટણીની સૂચિના સંદર્ભમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2015370)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam