પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉસ્તાદ ઝાકીર હુસૈન અને અન્યોને ગ્રેમીઝમાં ‘શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત’ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
05 FEB 2024 2:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા, શંકર મહાદેવન, સેલ્વાગનેશ પાંચમા અને ગણેશ રાજગોપાલનને આજે 'શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત' માટે ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમના બેન્ડ 'શક્તિ', એક ફ્યુઝન મ્યુઝિક ગ્રુપ, 'ધીસ મોમેન્ટ' માટે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે.
તેમણે કહ્યું કે, તેમની અસાધારણ પ્રતિભા અને સંગીત પ્રત્યે સમર્પણભાવે હૃદય જીતી લીધું છે, જેણે ભારતને ગૌરવ અપાવ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઝાકીર હુસૈન, રાકેશ ચૌરસિયા, શંકર મહાદેવન, સેલ્વગનેશ પાંચમા અને ગણેશ રાજગોપાલનને ગ્રેમીઝમાં તમારી અસાધારણ સફળતા બદલ અભિનંદન! તમારી અસાધારણ પ્રતિભા અને સંગીત પ્રત્યેના સમર્પણે વિશ્વભરમાં હૃદય જીતી લીધું છે. ભારતને ગર્વ છે! આ સિદ્ધિઓ તમે જે સખત મહેનત કરી રહ્યા છો તેનું પ્રમાણ છે. તે નવી પેઢીના કલાકારોને મોટા સ્વપ્નો જોવા અને સંગીતમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પણ પ્રેરિત કરશે."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2002563)
आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam