પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એક્સ પો સેટ મિશનના સફળ પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
01 JAN 2024 2:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા એક્સ પો સેટ સેટેલાઇટનાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે ભારતને ઊંચાઈ પર લઈ જવા માટે અવકાશ ક્ષેત્રની સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને પણ શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વર્ષ 2024ની એક શાનદાર શરૂઆત આપણા વૈજ્ઞાનિકોને આભારી છે. આ પ્રક્ષેપણ અંતરિક્ષ ક્ષેત્ર માટે એક અદભૂત સમાચાર છે અને આ ક્ષેત્રમાં ભારતની શક્તિમાં વધારો કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જવા માટે ઇસરોમાં આપણાં વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત સંપૂર્ણ સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1992090)
आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam