ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિને ફોન કર્યો, "પવિત્ર સંસદ સંકુલમાં કેટલાક સાંસદોની ખરાબ હરકત પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું"
"હું વીસ વર્ષથી આવા અપમાનનો ભોગ બન્યો છું" - પ્રધાનમંત્રીએ વી.પી.ને કહ્યું
દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ - પીએમ જેવા બંધારણીય કાર્યાલય સાથે આવું થઈ શકે છે
"થોડા લોકોની હરકતો મને મારી ફરજ નિભાવતા અટકાવશે નહીં" - ઉપરાષ્ટ્રપતિ
Posted On:
20 DEC 2023 10:40AM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખરને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ટેલિફોન કૉલ ક્રયો અને બાદમાં તેમણે ગઈકાલે પવિત્ર સંસદ સંકુલમાં અને તે પણ કેટલાક સાંસદોની "ખરાબ હરકત પર ભારે દુઃખ" વ્યક્ત કર્યું.
વાતચીત દરમિયાન પીએમએ શ્રી ધનખરને કહ્યું કે તેઓ પોતે વીસ વર્ષથી આવા અપમાનનો ભોગ બન્યા છે. "પરંતુ હકીકત એ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય કાર્યાલય સાથે અને તે પણ સંસદમાં થઈ શકે છે, તે દુર્ભાગ્યપૂર્ણ હતું," એવી તેમણે ટિપ્પણી કરી.
ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને કહ્યું હતું કે "કેટલાંક લોકોની હરકતો મને મારી ફરજ નિભાવવામાં અને આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને જાળવી રાખવાથી રોકશે નહીં."
બંધારણીય મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા, VPએ જણાવ્યું હતું કે "કોઈપણ અપમાન મને મારો માર્ગ બદલવા માટે દબાણ કરી શકશે નહીં."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1988535)
Visitor Counter : 119