પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રી શ્રીને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાજેતરના ડેવલપમેન્ટ વિશે માહિતી આપી
બંને નેતાઓએ દરિયાઈ ટ્રાફિકની સુરક્ષાને લઈને ચિંતાઓ વહેંચી
પ્રધાનમંત્રીએ માનવતાવાદી સહાય અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના નિરાકરણની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો
Posted On:
19 DEC 2023 6:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન બેન્જામિન નેતન્યાહુનો ટેલિફોન કૉલ મળ્યો.
પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રીને હાલમાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં થયેલા તાજેતરના ડેવલપમેન્ટની જાણકારી આપી.
બંને નેતાઓએ દરિયાઈ ટ્રાફિકની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વસ્તી માટે સતત માનવતાવાદી સહાયની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા તમામ બંધકોની મુક્તિ સહિત સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ નિરાકરણ પર ભાર મૂક્યો હતો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
YP/JD
(Release ID: 1988413)
Visitor Counter : 150
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam