પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલના સફળ ચક્કર લગાવવા બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા

Posted On: 06 DEC 2023 8:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવકાશમાં વધુ એક ટેકનોલોજીકલ સીમાચિહ્ન હાંસલ કરવા બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે.

ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલે સફળ ચક્કર લગાવ્યું છે. અન્ય એક અનોખા પ્રયોગમાં, પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યો છે.

આ સિદ્ધિ વિશે ISROની X પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

અભિનંદન @isro. 2040 સુધીમાં એક ભારતીયને ચંદ્ર પર મોકલવાના ધ્યેય સહિત આપણા ભાવિ અવકાશ પ્રયાસોમાં એક અન્ય ટેક્નોલોજી સીમાચિહ્નરૂપ હાંસલ કરવામાં આવ્યું છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1983412) Visitor Counter : 81