પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ રૂદ્રાંશ ખંડેલવાલને અભિનંદન આપ્યા

Posted On: 24 OCT 2023 5:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં P1 - પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ એથ્લેટ રુદ્રાંશ ખંડેલવાલને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"રુદ્રાંશ ખંડેલવાલને એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર માટે લાયક હોવા બદલ અભિનંદન.

P1 - પુરુષોની 10m એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં તેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમની ચોકસાઈ અને પ્રેક્ટિસનું ફળ છે.

ભારત આ અતુલ્ય સિદ્ધિને બિરદાવે છે!"

CB/GP/JD


(Release ID: 1970566) Visitor Counter : 145