પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં મહિલા ટીમ દ્વારા સિલ્વર મેડલની પ્રશંસા કરી
Posted On:
29 SEP 2023 10:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ દિવ્યા થડીગોલ, એશા સિંહ અને પલકની મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન ગેમ્સ શૂટિંગમાં બીજો મેડલ!
દિવ્યા થડીગોલ, એશા સિંહ અને પલકને 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ. તેમની સફળતા ઘણા આવનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1961897)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam