પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
26 SEP 2023 6:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર દ્વારા X પર મૂકાયેલી એક પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું:
“વહીદા રહેમાનજીને દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેનો આનંદ છે. ભારતીય સિનેમામાં તેમની સફર એક અમીટ છાપ છોડી ગઈ છે. પ્રતિભા, સમર્પણ અને શાલીનતાનું પ્રતીક, તેઓ આપણા શ્રેષ્ઠ સિનેમેટિક વારસાને મૂર્ત બનાવે છે. તેણીને અભિનંદન. ”
CB/GP/JD
(रिलीज़ आईडी: 1961030)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam