પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દ્વારકા સેક્ટર 21થી 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સ્ટેશનનાં વિસ્તરણનું ઉદઘાટન કર્યું

Posted On: 17 SEP 2023 4:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યશોભૂમિ દ્વારકા સેક્ટર 25માં દ્વારકા સેક્ટર 21થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનનું વિસ્તરણ કર્યું હતું. નવા મેટ્રો સ્ટેશન પર ત્રણ સબવે હશે એક 735 મીટર લાંબો સબવે હશે, જે સ્ટેશનને એક્ઝિબિશન હોલ, કન્વેન્શન સેન્ટર અને સેન્ટ્રલ એરેના સાથે જોડે છે. અન્ય દ્વારકા એક્સપ્રેસવે પર એન્ટ્રી/એક્ઝિટને જોડશે; જ્યારે ત્રીજું મેટ્રો સ્ટેશનને 'યશોભૂમિ'ના ભાવિ એક્ઝિબિશન હોલના પરસાળ સાથે જોડે છે..

દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મેટ્રો ટ્રેનોની ઓપરેશનલ સ્પીડ પણ 90થી વધારીને 120 કિમી પ્રતિ કલાક કરશે, જેથી મુસાફરીનો સમય ઘટશે. 'નવી દિલ્હી' થી 'યશોભૂમિ દ્વારકા સેક્ટર ૨૫' સુધીની મુસાફરીમાં લગભગ ૨૧ મિનિટનો સમય લાગશે.

પ્રધાનમંત્રી ધૌલા કુઆન મેટ્રો સ્ટેશનથી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશન પર મેટ્રો થઈને પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું હતું:

"દિલ્હી મેટ્રોમાં બધા જ હસે છે! પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યશોભૂમિ કન્વેન્શન સેન્ટરનાં પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરવા માટે દ્વારકાની યાત્રા દરમિયાન જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં લોકો સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દ્વારકા અને ત્યાંથી પરત સુધીની યાદગાર મેટ્રો યાત્રાએ જીવનના વિવિધ ક્ષેત્રોના અદ્ભુત સહ-મુસાફરોએ તેને વધુ વિશિષ્ટ બનાવી છે."

CB/GP/JD

(Release ID: 1958212) Visitor Counter : 144